IAFના વડા એર ચીફ માર્શલની ચેતવણી: ટૂંકા પણ તીવ્ર યુદ્ધ માટે તૈયાર રહો

એર-ચીફ માર્શલ વી.આર.ચૌધરી

IAFના વડા એર ચીફ માર્શલની ચેતવણી: ટૂંકા પણ તીવ્ર યુદ્ધ માટે તૈયાર રહો

નવી દિલ્હી : વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિ ભારતીય વાયુ સેનાને ટૂંકા ગાળાનાં પણ તીવ્ર યુદ્ધ માટે તૈયાર રહેવાની ફરજ પાડે છે. તેમ કહેતાં એક સેમીનારમાં એર-ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે આ સાથે ભારતીય વાયુ સેનાએ લદાખ જેવા લાંબા સમયના વિવાદ માટે પણ તૈયારી રાખવી અનિવાર્ય છે, આ રીતે કાર્યવાહી તેમજ લોજિસ્ટિક્લી (સાથ, સાધન અને પૂરવઠો) તેમ બંને દ્રષ્ટિએ પણ ઉત્તર આપવા દરેક સમયે તૈયાર રહેવું પડશે.

પરિસ્થિતિ જ તેવી ઉભી થઇ રહી છે કે આપણે ટૂંકા ગાળાનાં પણ તીવ્ર યુદ્ધ માટે સતત તૈયાર રહેવું જ પડે તેમ છે, તે માટે (તૈયારીઓ મોટી પણ અને આનુષંગિક બાબતો માટે પૂરતો સમય ન પણ મળે.

આ ઘણી પડકાર રૂપ પરિસ્થિતિ છે. કારણ કે સેનાના સમક્ષ ઘણી વ્યાપક અને બહુવિધ કાર્યવાહી રહેલી છે. તેમ કહેતાં રાષ્ટ્રનાં વાયુદળના વડાએ વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રની ઉત્તર સરહદે તો સલામતી સંબંધે ખરો પડકાર ઉપસ્થિત થયો છે. તેથી સમય અને સ્થળ તેમ બંનેની ગણતરી કરવી જ પડે તેમ છે.

આથી ટૂંક સમયમાં ઝડપી અને તીવ્ર યુદ્ધ માટે તેમની આપણે પૂર્વ લડાખમાં જોઈ શક્યા છીએ તેમ લાંબા સમયના સ્ટેન્ડ ઓફ (પડકારો) માટે પણ તૈયાર રહેવું અનિવાર્ય બની રહ્યું છે. માટે સાધનો એકત્રિત કરવાની તેમજ વાહન વ્યવહાર પણ સરળ અને ઝડપી બને તે પણ જોવું અનિવાર્ય જ છે. સાધનોની ખેંચ પણ પૂરી કરવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *