5.59 લાખ ટુ વ્હીલર અને 99 હજાર કાર સહિત 6.69 લાખ વાહનોએ ફિટનેસ સર્ટી લેવું પડશે

  • 2006 પહેલાંનાં જૂનાં વાહનોને ફિટનેસ સર્ટિ મળશે તો પાંચ વર્ષ માટે રિ પાર્સિંગ કરી અપાશે
  • પોલ્યુશનના નિયમ મુજબ ફિટ વાહન સ્ક્રેપ નહીં કરાય
  • 9 હજારથી વધુ સરકારી વાહનોએ પણ ફિટનેસ સર્ટિફિકેટની પ્રક્રિયા પૂરી કરવી પડશે
  • સ્ક્રેપમાં જનાર વાહનના માલિકને મૂળ કિંમતના 4થી 7 ટકા સુધી વળતર અપાશે
  • સ્ક્રેપ સર્ટિથી નવા વાહન પર 5% ડિસ્કાઉન્ટ, રજિસ્ટ્રેશન ફી માફી, ટેક્સમાં રાહત મળશે
  • Editor:Akash Vankhede
  • Sub Editor:Vikrant Sinha

કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવેલી સ્ક્રેપ પોલિસી અંતર્ગત વડોદરા આરટીઓમાં 1960થી 2005 સુધી નોંધાયેલા કોમર્શિયલ અને ખાનગી વાહનો મળી 7,79,922 વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું પડશે. 15વર્ષ જૂના આ વાહનો પૈકી જે ફિટનેસ મેળવવામાં સક્ષમ નહીં હોય તે વાહનો સ્ક્રેપ કરવા પડશે. જ્યારે ફિટનેસ મેળવનાર વાહનોને વધુ પાંચ વર્ષ માટે રી પાર્સિંગ કરી આપવામાં આવશે.

શહેરમાં 6.69 લાખ ખાનગી વાહનોને પહેલીવાર ફિટનેસની પ્રક્રિયા કરાવવી પડશે. અનફીટ વાહનો સ્ક્રેપમાં જશે તો વાહનમાલિકને વાહનની મૂળ કિંમતના 4થી 7 ટકા વળતર અપાશે. તેમજ સ્ક્રેપ સર્ટી રજુ કર્યેથી નવા વાહન પર ડીસ્કાઉન્ટ સાથે રજિસ્ટ્રેશન ફીમનાં માફી આપવાની પ્રોત્સાહક નિતી તૈયાર કરાઇ છે.

1 ઓક્ટોબરથી અમલમાં આવનાર સ્ક્રેપ પોલિસી અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા નિયત સંસ્થા કે એજન્સી સ્ક્રેપના વાહનો સ્વીકારશે અને તેના બદલામાં વાહન માલિકને વાહનની એક્સ શોરૂમ કિંમત 4 થી 7 ટકા જેટલું એટલે અંદાજે ત્રણ લાખના વાહનના ચાર ટકા મુજબ વળતર આપશે સાથે સર્ટિફિકેટ અપાશે. જે સર્ટિફિકેટ નવુ વાહન ખરીદતી વખતે 5% ડિસ્કાઉન્ટ માટે જરૂરી બનશે. સર્ટિફિકેટના આધારે નવા વાહનો રજિસ્ટ્રેશનમાં આરટીઓમાંથી રજિસ્ટ્રેશન ફી માફી મળશે તેમ જ રાજ્ય સરકાર દ્વારા જાહેર થનાર ટેક્સ બેનિફિટ પણ મળશે.

જો 15 વર્ષ જૂનુ વાહન પોલ્યુશનના ધારાધોરણ મુજબ ફિટ હોય તો તેને સ્ક્રેપ કરવામાં નહીં આવે. અત્યારે કોમર્શિયલ વાહનો આઠ વર્ષ સુધી દર બે વર્ષે અને પછી દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવુ ફરજિયાત છે. પરંતુ ખાનગી વાહનોને પ્રથમ વખત ફિટનેસ કરાવવું પડશે. હવે જે વાહનો ફિટનેસ સર્ટિફિકેટ નહીં મેળવે તેમને પોલીસ દ્વારા કે આરટીઓ દ્વારા જપ્ત કરશે અથવા દંડ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *