9 પાસ રાજ્યના ગૃહરાજ્યમંત્રી તો આ મંત્રીઓ ધોરણ 12 પાસ પણ નથી

  • Editor: Akash Vankhede
  • Sub Editor:Vikrant Sinha

ભૂપેંદ્ર પટેલની સરકારમાં તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. ભૂપેંદ્ર સરકારમાં કુલ 24 મંત્રીઓ બનાવવામાં આવ્યા જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે, જ્યારે 5 મંત્રીઓને સ્વતંત્ર પ્રભાર આપવામાં આવ્યો છે. અન્ય 9 મંત્રીઓને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે. ભૂપેંદ્ર સરકારના 9 મંત્રીઓ એવા છે જેમનો અભ્યાસ ધોરણ 12 પાસ પણ નથી.

12 પાસ ન હોય એવા મંત્રીઓની વાત કરીએ તો ગણદેવીના ભાજપના ધારાસભ્ય નરેશ પટેલ ધોરણ 10 પાસ છે તેઓને વન પર્યાવરણ આદિજાતી મંત્રી બનાવવામાં આવ્યા છે. તે સિવાય લીંબડીથી ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ ધોરણ 10 પાસ છે તેઓને વન પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, છાપકામ, સ્ટેશનરીનો વિભાગ સોંપવામાં આવ્યો છે.

તે સિવાય અસારવાના ધારાસભ્ય પ્રદિપ પરમાર પણ ધોરણ 10 પાસ છે જેઓને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી બનાવવામાં આવ્યા છે. ઉપરાંત મહુવાના ધારાસભ્ય આરસી મકવાણા પણ ધોરણ 10 જ પાસ છે જેઓને સામાજિક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

ઉપરાંત મજૂરાથી ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી નવ પાસ જેઓને ગૃહ રાજ્ય મંત્રી, રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો હવાલો સોંપવામાં આવ્યો છે. રાજકોટથી ધારાસભ્ય અરવિંદ રૈયાણી આઠ પાસ છે જેઓને વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડન, પ્રવાસન વિભાગ સોંપાયો છે. કપરાડાથી ધારાસભ્ય જીતુ ચૌધરી આઠ પાસ છે જેઓને કલ્પસર, મત્સ્યોદ્યોગ વિભાગ સોંપાયો છે. કેશોદથી ભાજપના ધારાસભ્ય દેવાભાઇ માલમ ચાર પાસ છે જેઓને પશુપાલન અને ગૌ સંવર્ધનનો વિભાગ સોંપાયો છે. તે સિવાય કતારગામથી ધારાસભ્ય વિનોદ મોરડિયા 10 પાસ છે જેઓને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણનો વિભાગ સોંપાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *