કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવો કિસ્સો છાણી પોલીસ સ્ટેશનનો સામે આવ્યો:ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા શ્યામ તથા ફોટોગ્રાફર જયેશ ચૌહાણ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કર્યો.

Editor:Akash Vankhede:9664705566, Sub Editor:Vikrant Sinha:90996 90609

દશરથ ગામના માધવ નગરમાં ગત ચાર તારીખના રોજ મિત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા યુવકો પર ડીજે માં ડાન્સ કરવા બાબતે કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલો કર્યો.
તાપી હોટલના રોડ પરથી પસાર થતી પીસીઆર પાસે મદદ માંગતા પોલીસ કર્મચારીએ ત્રણ ઇજાગ્રસ્તોને છાણી પોલીસ સ્ટેશન લઇ ગયા.પોલીસ સ્ટેશનમાં લઈ ગયા બાદ હેડ કોન્સ્ટેબલ મનુભાઈ પુજાભાઈ ઇજાગ્રસ્ત શ્યામ ગોહિલ નામના વ્યક્તિને ઉપરાછાપરી ગાલ પર તેમજ કાનપર પ થી ૬ લાફા ઝીંકી દઈ ગંદી ગાળો બોલેલા. અને કીધું કે તું ચાર પોલીસવાળાને ઓળખે છે????? તો દાદાગીરી બતાવી નહીં…બાકી તો તારું પૂરું કરી નાખીશ.. અને જણાવેલ કે તને દારૂ ના ખોટા કેસમાં ફસાવી ને જેલમાં મોકલી દઈશ તેવી ધમકી આપેલ હોવાના ઇજાગ્રસ્ત યુવકો એ આક્ષેપ કર્યા હતા…

આ દ્રશ્ય જોતા ઈજાગ્રસ્તોના માથામાંથી લોહી નીકળતા પોલીસ સ્ટેશનમાં હાજર બીજા અન્ય એક પોલીસ કર્મચારીને ઇજાગ્રસ્તો પર દયા આવતાં પોલીસ સ્ટેશનમાંથી તાત્કાલિક સારવાર માટે બાજવા ગામના સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

જ્યાં સારવાર પૂરી થયા બાદ ઇજાગ્રસ્તો પોતપોતાના ઘરે રવાના થયા હતા. પરંતુ તમામ ઇજાગ્રસ્તોની માંગણી હતી કે જે અસામાજિક તત્વોએ અમારી ઉપર હુમલો કરી ગડદા પાટુંનો માર મારેલો એમની સામે પોલીસે કડક કાર્યવાહી કરવાના બદલે અમોને માર મારેલો. અમોને આ બાબતે ન્યાય નહીં મળે તો અમે પોલીસ કમિશનર શ્રી ને આ બાબતે ફરિયાદ કરીશું અને ન્યાયની માંગણી કરીશું હોવાના આક્ષેપ કર્યા હતા…

જો ઉચ્ચ અધિકારી દ્વારા હોટલના તથા આસપાસ લાગેલા CCTV ની તપાસ કરવામાં આવે તો સમગ્ર ઘટના બહાર આવે તેમ છે.

દશરથ ગામના માધવ નગરમાં ગત ચાર તારીખના રોજ મિત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા યુવકો સાથે એક ઘટના બનવા પામી હતી. યુવકો સાથે ડીજે માં ડાન્સ કરવા બાબતે કેટલાક અસામાજિક તત્વો દ્વારા મારામારી કરવામાં આવી હતી આ ઘટનામાં એક યુવકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જે બાદ ઘાયલ થયેલ યુવકના મિત્ર દ્વારા ત્યાં સ્થળ પર મોજુદ પીસીઆર વાનમાં બેઠેલા કર્મચારી પાસે મદદ માટે અપીલ કરવામાં આવી હતી. તેઓ દ્વારા ઘાયલ યુવકોને છાણી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. જેવા યુવકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા. જેથી કહી શકાય કે કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.ઇજાગ્રસ્તો ને ન્યાય ન મળતાં આજરોજ ICB 24 ન્યુઝના સ્ટુડિયોમાં મદદ માટે આવ્યા હતા.

વડોદરાના પોલીસ કમિશ્નરશ્રી સાહેબના હુકમથી અઢી મહિના પહેલા હેડ કોન્સ્ટેબલ મનુભાઈ પુંજાભાઈ ની વાડી પોલીસ સ્ટેશનમાં જનરલ બદલી કરવામાં આવી છે. . છતાં પી.આઇ મકવાણા સાહેબના ખાસ ગણાતા હોય તેમ લાગી રહ્યું છે. જેથી છુટા કરેલ નથી.પોલીસ કમિશ્નર સાહેબે હુકમ કરેલો છે કે પીસીઆરમાં બંદોબસ્ત માટે ચાર પોલીસ કર્મચારીઓને રાખવા. તો ચાર તારીખ ની રાત્રે હાઇવે ઉપર થી પસાર થતી છાણીપોલીસ સ્ટેશન ની PCR માં માત્ર એકલા જ હેડકોન્સ્ટેબલ મનુભાઈ કેમ હતા..? તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે..જો ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટના ની કડકમાં કડક તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તેમ લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *