
Editor:Akash Vankhede:9664705566, Sub Editor:Vikrant Sinha:90996 90609
સ્ટેટ મોનીટરીંગ સેલની માહિતી પછી પીસીબીની ટીમે દરોડો પાડ્યો.
વડોદરા: કારેલીબાગ વિસ્તારમાં જાહેરમાં ખુરશીઓ નાંખી દારૂનું વેચાણ કરતી મહિલાને PCB પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે નોંધનીય છે કે આ ઘટનામાં સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે. કારણ કે સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમને મળેલી માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અત્રેની pcb પોલીસને ફેક્સ કરી જાણ કરી હતી કે કારેલીબાગ વિસ્તારમાં આર્ય કન્યા વિદ્યાલય પાછળ પાર્વતી નિકેતન સોસાયટી માં ભજન પ્રીતિબેન જાહેરમાં ખુરશીઓ નાંખી દેશી વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેના આધારે પીસીબી પોલીસની ટીમે દરોડો પાડી પ્રીતિબેન મનોજભાઈ કહાર (રહે પાર્વતી નિકેતન સોસાયટી આર્ય કન્યા વિદ્યાલય પાછળ કારેલીબાગ) ને ઝડપી પાડી હતી. પ્રીતિ કહાર જે ખુરશી ઉપર બેઠી હતી તે ખુરશી નીચેથી તેમજ તેના ઘરમાંથી પણ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે દરોડા દરમિયાન ભારતીય બનાવટની વિદેશી દારૂની ૬૨ બોટલ તથા વિસકીના 24 પાઉચ મળી કુલ ૮૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂનો જથ્થો આપનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોશ વિસ્તારમાં આ પ્રકારે દારૂનું વેચાણ સ્થાનિક કારેલીબાગ પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા કરે છે. અગાઉ દારૂના ધંધાની હરિફાઇમાં બુટલેગરો વચ્ચે ઝઘડા થઈ ચૂક્યા છે. જેમાં પ્રીતિ કહાર અને તેના પતિ મનોજ કહારની પણ સંડોવણી બહાર આવી હતી. અગાઉ અનેક વખત દંપતીની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. પરંતુ આ દરોડા પરથી આજે પણ પ્રવૃત્તિ યથાવત્ હોવાનું સ્પષ્ટ થાય છે.