ગુજરાત સરકાર દ્વારા ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી ખાલી કાગળ પર જોવા મળી ..?

ગુજરાત સરકાર દ્વારા ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી ખાલી કાગળ પર જોવા મળે છે ગત રોજ વડોદરા શહેરમાં VIP રોડ કારેલીબાગ ખાતે દારૂની દુધીઓ રોડ રસ્તા પર રજળતી જોવા મળી હતી ત્યારે તમામ રાહદારીઓ દ્વારા પોલીસના ભરણની ચર્ચા ચાલી રહી હતી સાથે પોલીસની કામગીરી પર ઘણા સવાલો ઉભા થયા હતા.

મિડીયાના માધ્યમથી સામાજીક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી ને તા- 29,11,2021 ના રોજ લેખીત અરજી આપવામાં આવી હતી કે વડોદરા શહેરમાં પોલીસ દ્વારા આમ રાહદારીઓ પાસેથી માસ્ક,હેલ્મેટ,સિટ બેલ્ટ તેમજ અનેક રીતે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ કેટલાક ગુનાહિત વ્યક્તિઓને છાવરવા આવે છે સાથે વડોદરા શહેરમાં કેટલાક CCTV કેમેરા બંધ હાલતમાં જોવા મળે છે લાખ્ખોના ખર્ચે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ આ કેમેરા ખાલી આમ રાહદારીઓ પાસેથી દંડ ઉઘરાવવા માટે લગાવ્યા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો,હાલમાં વડોદરા શહેરમાં તમામ વિસ્તારોમાં દારૂના અડ્ડા ચાલી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે સાથે પોલીસ કમિશનર શ્રી સાથે ગ્રુહ રાજ્યમંત્રી શ્રી દ્વારા દારૂ બંધી માટે અનેક પોસ્ટર રોડ રસ્તાઓ પર લગાવવામાં આવે છે સાથે કેટલાક પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવે છે તે છતાં વહીવટ થતો જોવા મળે છે આપના મિડીયા થકી વિનંતી કરવામાં આવે છે કે દરેક પોલીસ સ્ટેશનમાં તપાસ કરવામાં આવે સાથે એક ટીમ બનાવી પોલીસ અને બુટલેગરો પર ચાંપતી દેખરેખ રાખવામાં આવે અને જો કોઈપણ લાંચ લેતા ઝડપાય તો તેઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.અને જો દારૂ તમામ વિસ્તારોમાં વેચાણ થતો હોય તો દારૂની છુટ્ટી આપવામાં આવે જે થી ગુજરાત સરકારને ફાઈદો થાય તેવી માંગ કરવામાં આવી હતી.

Editor:Akash Vankhede:9664705566, Sub Editor:Vikrant Sinha:90996 90609

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *