બ્રિટનમાં મોનોપોલી સર્જવા મુદ્દે એપલ સામે તપાસ શરૂ થઈ

એપલ સામે બ્રિટનમાં મોનોપોલી સર્જવા મુદ્દે તપાસ શરૂ થઈ છે. બ્રિટનની કોમ્પિટિશન રેગ્યુલેટર એજન્સીએ કહ્યું હતું કે એપલસ્ટોરમાં મોનોપોલી સર્જવાની વારંવાર ફરિયાદ ઉઠતી હોવાથી તપાસ શરૂ થઈ છે. બ્રિટિશ અિધકારીઓએ કહ્યું હતું કે એપલસ્ટોરમાં મોનોપોલી સર્જી દીધી હોવાનું જણાયું છે. 

એપલસ્ટોરમાં એપ રાખવાના બદલામાં કંપની ડેવલપર્સ પાસેથી 30 જેટલું માતબર કમિશન વસૂલે છે. વળી, ડેવલપર્સનું પેમેન્ટ ડિલે થતું હોવાની ફરિયાદો પણ સતત મળતી રહે છે. એપલસ્ટોરમાં એપલ કંપનીએ મોનોપોલી સર્જી દીધી છે અને એ મુક્ત બજાર માટે જોખમી છે. વારંવારની ફરિયાદ પછી તપાસ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. 

એપલ એપસ્ટોરની ટર્મ્સ એન્ડ કંડિશન ગેરવાજબી હોવાની અરજી થઈ છે. ટર્મ્સ એન્ડ કંડિશનના નામે એપલ કસ્ટમર્સ ઉપરાંત એપ ડેવલપર્સના કાંઠાં કાપી લે છે. તેના કારણે એપલના નિયમો પાળ્યા સિવાય ગ્રાહકોને છુટકો રહેતો નથી.

ઉલ્લેખનીય છે કે યુરોપિયન સંઘે પણ ગયા વર્ષે એપ સ્ટોરના કમિશન મુદ્દે તપાસ શરૂ કરી હતી. એ તપાસ ચાલી રહી છે. સ્ટોરમાં કમિશનની ફી વધુ હોવાની ફરિયાદ પછી યુરોપિયન સંઘે તપાસનો આદેશ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *