
ઉત્તરાખંડ અંકિતા હત્યાકાંડના મુખ્ય આરોપી પુલકિત આર્યના પિતા વિનોદ આર્ય અને તેના ભાઈ અંકિત આર્યને ભાજપે પાર્ટીમાંથી હાંકી કાઢ્યાં છે.
- અંકિતા હત્યાકાંડના આરોપી પુત્રના પરાક્રમે પિતા અને ભાઈને પાર્ટીમાંથી કઢાવ્યાં
- ભાજપે પુલકિત આર્યના પિતા વિનોદ આર્ય અને ભાઈ અંકિત આર્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યાં
- પુલકિત આર્ય અંકિતા ભંડારી હત્યાકાંડનો મુખ્ય આરોપ
ઉત્તરાખંડના અંકિતા ભંડારી હત્યા કેસના મુખ્ય આરોપી પુલકિત આર્યના પરાક્રમને કારણે પિતા અને કાકાને સહન કરવાનો વારો આવ્યો છે. ભાજપે તાત્કાલિક અસરથી તેના પિતા વિનોદ આર્ય અને ભાઈ અંકિત આર્યને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. તે ઉપરાંત ભાજપે અંકિત આર્યને ઉત્તરાખંડ અન્ય પછાત વર્ગ આયોગના નિયુક્ત ઉપાધ્યક્ષ પદથી તાત્કાલિક પ્રભાવથી હટાવી દીધાં છે.
ઉત્તરાખંડ ભાજપે લીધું એક્શન
ઉત્તરાખંડ ભાજપના પ્રદેશ મહામંત્રી રાજેન્દ્રસિંહ બિષ્ટના નામે જારી કરાયેલા પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રદેશ પ્રમુખ મહેન્દ્ર ભટ્ટે અંકિતાની હત્યાની નોંધ લઈને હરિદ્વારના રહેવાસી ડો.વિનોદ આર્ય અને તેમના પુત્ર અંકિત આર્યને તાત્કાલિક અસરથી ભારતીય જનતા પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ ટ્વિટ કર્યું
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ ટ્વિટર પર કહ્યું કે, “અમે મુખ્ય આરોપી પુલકિત આર્યના ભાઈ અંકિત આર્યને તાત્કાલિક અસરથી ઉત્તરાખંડ અન્ય પછાત વર્ગ આયોગના નામાંકિત ઉપાધ્યક્ષ પદેથી હટાવી દીધા છે. અંકિત આર્ય અને તેના પિતા વિનોદ આર્યને પણ ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
શું છે અંકિતા હત્યાકાંડ
ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર વિસ્તારમાં આવેલા એક રિસોર્ટમાંથી 18 સપ્ટેમ્બરે ગુમ થયેલી અંકિતા ભંડારીની લાશ મળી આવી છે. રિસોર્ટના માલિક પુલકિત આર્ય, મેનેજર સૌરભ ભાસ્કર અને આસિસ્ટન્ટ મેનેજર અંકિત ગુપ્તા પર અંકિતાની હત્યાનો આરોપ છે. આરોપી પુલકિત તેના રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીને અનૈતિક સંબંધો બાંધવાનું દબાણ કરતો હતો જેને વિરોધ કરતા આરોપીઓએ અંકિતાને ગંગા નદીમાં ધકેલી દીધી હતી. પોલીસે શુક્રવારે પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓ- રિસોર્ટના માલિક પુલકિત આર્ય, મેનેજર સૌરભ ભાસ્કર અને આસિસ્ટન્ટ મેનેજર અંકિત ગુપ્તાની ધરપકડ કરી હતી. પુલકિત ભાજપના હાંકી કઢાયેલા નેતા વિનોદ આર્યનો પુત્ર છે. વિનોદ આર્ય ઉત્તરાખંડની ભાજપ સરકારમાં રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. વળી, આરોપીના મોટા ભાઈ અંકિત મૌર્ય ઉત્તરાખંડમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) આયોગના ઉપાધ્યક્ષ હતા.