આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાય સમયથી સમયાંતરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક હોવાના તેઓ કારણે આમ આદમી પાર્ટીનો જોરશોરમાં પ્રચાર કરી રહ્યા છે. અને મતદારોને આકર્ષવા માટે ગેરંટીઓ આપી રહ્યા છે. તેવામાં અરવિંદ કેજરીવાલ આજે વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ આજે વડોદરામાં 2 પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપશે.
અરવિંદ કેજરીવાલ જેવા વડોદરા એરપોર્ટમાંથી બહાર આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે આપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર હતા. તમામ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું. તેવામાં અચાનક પાછળથી મોદી મોદીના નારા લાગવાના શરૂ થયા હતા. કેજરીવાલનું આગમન થતા જ મોદી મોદીના નારાથી તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા હોય તેનું નજરે જોનારનું માનવું છે. મોદી મોદીના નારા જોરશોરમાં લાગતા જ કેજરીવાલ સમર્થકોએ કેજરીવાલ કેજરીવાલના નારા શરૂ કરી દીધા હતા. પરંતુ મોદી મોદીના નારાઓ સામે તેઓ ફિક્કા પડ્યા હોવાનું જોવા મળ્યું હતું. વડોદરા એરપોર્ટ પર શ્રી શ્રી રવિશંકરના સત્સંગીઓ દ્વારા કેજરીવાલના આગમન સમયે મોદી મોદીના નારા લગાવવામાં આવ્યા હતા.
આજે વડોદરામાં આયોજિત કાર્યક્રમોમાં કેજરીવાલ કોને મળે છે, અને શું વચન આપે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.