
વડોદરા ગેસ લિમીટેડ કંપની દ્વારા આજે ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો કરતો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પ્રતિ યુનિટ. રૂ. 3 નો ભાવ વધારો કરવામેં આવ્યો છે. જો કે અદાણી ગેસની સરખામણીએ ગુજરાત ગેસ દ્વારા ઓછા પૈસા વસુલવામાં આવતો હોવાનો દાવો પણ કંપની દ્વારા કરવામાં આવ્યો છે.
વડોદરા ગેસ લિ. દ્વારા શહેરમાં 2 લાખ ઉપરાંત રહેણાંક એકમોમાં પાઇપ્ડ ગેસ પહોંચાડવામાં આવે છે. કંપની દ્વારા જણાવવામાં આવેલ અખબારી યાદી અનુસાર, હાલમાં ઘરેલું ગેસના ભાવમાં પ્રતિ યુનિટ રૂ. 3 નો વધારો કરવામાં આવ્યો છે. ગ્રાહકો અત્યાર સુધી રૂ. 47.20 પ્રતિ યુનિટ ટેક્સ સાથે ચુકવતા હતા. તેના બદલે હવે નવો ભાવ રૂ. 50.60 ચુકવવાનો રહેશે. કંપની દ્વારા દવો કરવામાં આવ્યો છે, કે અન્ય કંપનીની સરખામણીએ તેમના દ્વારા ઓછો ભાવ વસુલવામાં આવે છે. અદાણી ગેસ દ્વારા પ્રતિ યુનિટ ટેક્સ સાથે રૂ. 62.30 વસુલવામાં આવે છે.