કોરોનાની ચોથી લહેરના ભણકારા:દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3246 નવા કેસ; દિલ્હીમાં સંક્રમણ ઝડપી ફેલાઈ રહ્યું, 1520 કેસ મળ્યા પરંતુ માત્ર એકનું જ મોત

દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 18 હજારને પાર થઈ ગઈ છે

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3246 નવા કેસ નોંધાયા છે, જ્યારે 25 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે 2783 લોકો સાજા થયા છે. ચોથી લહેરની આશંકા વચ્ચે સૌથી વધુ કેસ દિલ્હીમાં મળ્યા છે. અહીં 24 કલાકમાં 1520 નવા કેસ નોંધાયા છે. નવા કેસ સામે આવ્યા બાદ દિલ્હીમાં પોઝિટિવિટી દર 5.10% નોંધાયો હતો. સારી વાત એ છે કે કોરોનાને કારણે માત્ર 1નું જ મોત થયું હતું. દિલ્હીમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 5716 થઈ ગઈ છે, જે 9 ફેબ્રુઆરી બાદથી સૌથી વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *