
મે મહિના પહેલા જ ગરમી લોકો માટે આફત બની રહી છે. કોલસા સંકટ બાદ વિજળ કાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
- દુનિયાભરમાં ગરમીએ કહેર વર્તાવ્યો
- દુનિયાના 15 સૌથી ગરમ શહેરોમાં ભારતના 8 શહેર
- ગરમીની સાથે સાથે ભારતમાં વિજ સંકટ ઘેરાયું
મે મહિના પહેલા જ ગરમી લોકો માટે આફત બની રહી છે. કોલસા સંકટ બાદ વિજળ કાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભારતીય હવામાન વિભાગે તો મે મહિનામાં વધું ડરામણી ભવિષ્યવાણી કરી છે. વિભાગનું માનીએ તો, તાપમાન 50 ડિગ્રી પાર કરી શકે છે. એપ્રિલ મહિનામાં દેશના કેટલાય ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીથી વધું રહ્યું. લૂની ચપેટ અને ભીષમ ગરમીથી લોકો ઘર પર આરામ કરવા મજબૂર હન્યા છે, બહાર જવાનું હમણાં ટાળી દેજો. આફતની આ ગરમી ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયાના અન્ય કેટલાય ભાગોમાં કહેર બનીને તૂટી રહી છે. દુનિયાના 15 સૌથી ગરમ શહેરોમાં ભારતના 8 શહેરોનો સમાવેશ થાય છે. જ્યારે બીજા નંબરે જ યુપીનું બાંદા શહેર છે
સૌથી ગરમ 15 શહેરોમાં ભારતના 8 શહેરો
દેશના ઉત્તર અને પશ્ચિમ રાજ્યોના કેટલાય વિસ્તારમાં આ મહિનાના અંતિમ દિવસોમાં લૂથી લોકો ત્રસ્ત થઈ ગયા. કેટલાય શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું. ભીષણ ગરમીની વચ્ચે વિજળી કાપથી લોકો ઝઝૂમતા રહ્યા હતા. આ તમામની વચ્ચે દુનિયાના શહેરોનું તાપમાન બતાવનારા eldoradoweather.comએ દુનિયાના 15 સૌથી વધારે ગરમ શહેરોનું વિવરણ આપ્યું છે. આ ગરમ શહેરોમાં ભારતના 8 શહેરોના નામ છે. જેમાં બાંદા ઉપરાંત ચંદરપુર, ગંગાનગર, બ્રહ્મપુરી, ઝાંસી, નૌગાંવ, દૌલતગંજ અને જેસલમેર સામેલ છે.
લૂના કારણે વિજળીની માગ વધી
લૂની સ્થિતિમાં દેશમાં વિજળી ગુલ થઈ રહી છે. વિજળી મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં વિજળીની મુખ્ય માગ શુક્રવારે 207, 111 મેગા વોટ સર્વકાલિન હાઈને પાર કરી ગઈ હતી. આ દેશભરના કેટલાય રાજ્યોમાં ભીષણ લૂ દરમિયાન વિજ સંકટના સમાચાર આવી રહ્યા છે.
કેટલાય રાજ્યોમાં વિજળી સંકટથી મુશ્કેલીઓ વધી
ગરમીના કારણે એપ્રિલમાં વિજળીની માગ વધી છે અને દેશના અલગ અલગ ભાગમાં વિજળી કાપનો સામનો કરવો પડી રહ્યો છે. રશિયા-યુક્રેન સંઘર્ષના કારણે આયત થતા કોલસાની કિંમતમાં ભારે વધારો અને અમુક વિજળી યંત્રો પોતાની પુરી ક્ષમતાથી કામ નથી કરી રહ્યા. ઝારખંડ, હરિયાણા, બિહાર, પંજાબ અને મહારાષ્ટ્ર એ રાજ્યોમાં છે, જ્યાં વિજળી ડૂલ થઈ રહી છે. દિલ્હીની પ્રતિષ્ઠિત સંસ્થાઓએ વિજળી કાપની સંભાવના પર કેન્દ્રને પત્ર લખ્યો છે.
ઉનાળામાં બહાર નિકળતા પહેલા આટલી બાબતોનું ધ્યાન રાખજો
ઉનાળો રોજેરોજ ગરમીનો રેકોર્ડ તોડી રહ્યો છે. આકરા તાપ અને ગરમીમાં ઘરની બહાર નીકળવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે. ઘરની બહાર નીકળતાં જ એવું લાગે છે કે જાણે આકાશમાંથી આગ વરસી રહી છે. કાળઝાળ ગરમીથી લગભગ તમામ લોકો પરેશાન છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોને કામના સંબંધમાં ઘરની બહાર જવું પડે છે, જેના કારણે હીટ સ્ટ્રોક અને લુ લાગી જવાનુંનું જોખમ દેખીતી રીતે જ વધી જાય છે.
ઉનાળામાં ડીહાઈડ્રેશનને કારણે ઘણી બીમારીઓ થવા લાગે છે. બગડેલો ખોરાક અને સ્ટેપલ ફૂડ ખાવાથી પેટ ખરાબ થાય છે. જો તમે ઘરની બહાર જાવ તો આ વાતોનું ધ્યાન રાખો. આનાથી તમે ઉનાળામાં બીમાર પડવાથી બચી શકો છો.