ચીન પરના આર્થિક પ્રતિબંધો ઉઠાવી 45 કંપનીઓને ભારતમાં રોકાણની મંજૂરી અપાશે

અમેરિકામાં થયેલા સત્તા પરિવર્તનની અસર ભારત અને ચીન સંબંધો પર પણ જોવા મળી રહી છે. અમેરિકામાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ હતા ત્યારે તેમણે ચીન પર ભારે દબાણ કરેલુ, પરીણામે ભારતે પણ ચીન વિરૂદ્ધ આિર્થક સહિતના પગલા ભરવા પડયા હતા. પણ હાલ જાણે ભારત ચીનની શરણે હોય તેવી સિૃથતિનું નિર્માણ થયું છે. 

નોંધનીય છે કે ચીને અમેરિકાની ટ્રમ્પ સરકારના દબાણને ગનહાર્યંુ નહોતુ અને ભારત વિરૂદ્ધ પગલા ભરવા લાગ્યું હતું, એટલુ જ નહીં આ જ સમયગાળા દરમિયાન ચીને ભારતના લદ્દાખ સરહદે સૈનિકો પણ ખડકી દીધા હતા. જોકે જેવી અમેરિકામાં સત્તા બદલાઇ અને જો બાઇડન પ્રમુખ બન્યા કે તુરંત જ તેની અસર ભારત અને ચીન સંબંધો પર પણ અલગ જ રીતે જોવા મળી. 

જો બાઇડન પ્રમુખ બન્યા બાદ ચીને પણ પોતાની રણનીતી બદલી નાખી, બીજી તરફ ભારતે પણ પોતાનું વલણ બદલવુ પડયું. એક સમયે ચીનને લાલ આંખ દેખાડવાની વાતો થતી હતી ત્યારે હવે ચીનની શરતો માનવા માટે મજબૂર થવુ પડી રહ્યું છે. લદ્દાખ સરહદેથી ચીને પોતાના સૈનિકોને એમ જ નથી પરત લીધા, ભારત સમક્ષ ચીને અનેક શરતો મુકી હતી જેનો સ્વીકાર થયો તે બાદ ચીને પોતાના સૈનિકોને હટાવ્યા છે.

જાણે ભારત ચીનની શરણે થયું હોય તેમ લાગી રહ્યું છે. ભારતે ચીન પર મુકેલા આિર્થક પ્રતિબંધો હટાવવા અને ભારતમાં ચીની રોકાણની શરતો મંજૂર કરતા ચીને સરહદેથી સૈન્ય પાછુ ખેંચવાની તૈયારીઓ કરી છે અને માટે જ ઝડપથી ચીની કંપનીઓને ભારતમાં રોકાણ માટે જેટસ્પીડના ધોરણે મંજૂરી અપાઇ રહી છે. 

એટલુ જ નહીં ગલવાન ઘાટીમાં ચીની હુમલામાં ભારતના 20 જવાનો શહીદ થયા ત્યારે ભારતમાં ચીની વસ્તુઓના બહિષ્કારની નેતાઓએ મોટી મોટી વાતો કરી હતી, ત્યારે હવે તેનાથી તદ્દન ઉલટા થઇ રહ્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ભારતમાં રોકાણના 45 ચીની પ્રસ્તાવને કેન્દ્ર સરકારે મંજૂરી આપવાની તૈયારી કરી લીધી છે.

જનતા એક તરફ ચીની વસ્તુઓના બહિષ્કાર માટે સોશિયલ મીડિયા પર કેમ્પેઇન ચલાવી રહી હતી ત્યારે બીજી તરફ સરકારે ચીનના મસમોટા રોકાણના આ પ્રસ્તાવો માટે લાલ જાજમ પાથરી આપી છે. હાલ આવી 2 અબજ ડોલરની પ્રપોઝલ અટવાયેલી પડી છે, જોખમ ન હોય તેવી ચીની કંપનીઓને સરકાર મંજૂરી આપે તેવી શક્યતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *