કોલસાની અછત વચ્ચે દેશના 16 રાજ્યોમાં દસ કલાક વીજળીનો કાપ, શું ગુજરાતમાં આવશે

એક બાજુ ગરમી પોતાનુ રૌદ્ર સ્વરુપ બતાવી રહી છે ત્યાપે બીજી તરફ વીજળી પર કોલસા પર તોળાતું સંકટ સામે આવી રહ્યું છે. દેશમાં કેટલાક રાજ્યોમાં વીજળીની ઘટ પડશે તે અનુમાન પહેલાથી જ લગાવવામાં આવતું હતું ત્યારે 16 રાજ્યોની અંદર પણ કામ મુકી દેવામાં આવ્યો છે. જેમાં કેટલાક રાજ્યોની અંદર તો 10 કલાક સુધીનો મોટો કાપ મુકી દેવામાં આવ્યો છે.

ખાસ કરીને શહેરી વિસ્તારોને બાદ કરતા ગ્રામીણ કક્ષાએ આ કાપ વધું જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આ સ્થિતિ હજુ સુધી નથી આવી અત્યાર સુધી અહીં કામ મુકવામાં નથી આવ્યો પરંતુ કોલસાની અછતની વચ્ચે અને વધી રહેલી માંગની સામે એક ચતુરાર્થાંશ પાવર પ્લાન્ટ બંધ થઈ ચુક્યા છે ત્યારે અહીં પણ કામ મુકવામાં આવી શકે છે.

16 રાજ્યોની અંદર ખાસ કરીને જે સમાવેશ થાય છે તે રાજ્યોમાં ઝારખંડ, કાશ્મીર, રાજસ્થાન, યૂપી, હરીયાણા સહીતના રાજ્યોની અંદર આ કામ મુકવામાં આવ્યો છે. તેમાં પણ ઝારખંડની અંદર 17 ટકા વીજળીની ઘટ છે જ્યારે જમ્મુ કાશ્મીરની અંદર 11 ટકાથી વધુ ઘટ છે.

ખાસ કરીને ગુજરાતમાં પણ આ કાપ છે પરંતુ 3.2 ટકા વીજળીની અછત છે મળતી માહિતી મુજબ ગુજરાતમાં વીજ અછત નથી, પરંતુ અત્યારે કોલસાની અછત વચ્ચે આ મુશ્કેલીઓ ગુજરાતમાં મેનેજ થઈ રહી છે.

અગાઉ ગુજરાતે ખેડૂતોને ધ્યાનમાં રાખીને વધુ કિંમતે વીજળીની ખરીદી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *