ફેસબુકે ઓસ્ટ્રેલિયામાં પોતાની આ સર્વિસ બ્લોક કરતા લોકોએ ધડાધડ ડિલિટ કર્યા એકાઉન્ટ્સ

ઓસ્ટ્રેલિયામાં ફેસબુકે ન્યૂઝની સર્વિસ બ્લોક કરી દેતાં હોબાળો મચ્યો હતો. ન્યૂઝ સર્વિસ બ્લોક થતાં સરકારની હેલ્થ સહિતની ઈમરજન્સી સર્વિસ પણ પ્રભાવિત થઈ હતી. મીડિયાના ફેસબુક પેજ બ્લોક થઈ ગયા હતા. એટલું જ નહીં, વિદેશી મીડિયાના ઓસ્ટ્રેલિયાના પેજ પણ બંધ થયા હતા. વડાપ્રધાન સ્કોટ મોરિસને આ પગલાંની ઝાટકણી કાઢી હતી.

ઓસ્ટ્રેલિયન સરકાર અને ફેસબુક વચ્ચે ન્યૂઝ સર્વિસ મુદ્દે ઘર્ષણ ચાલી રહ્યું છે. ફેસબુક-ગૂગલે તેના પ્લેટફોર્મમાં ન્યૂઝ બતાવવા બદલ મીડિયા હાઉસને વળતર ચૂકવવું પડશે એવો કાયદો ઓસ્ટ્રેલિયન સરકારે બનાવ્યો એ પછી અમેરિકન ફેસબુક મીડિયા કંપની ફેસબુક અને ઓસ્ટ્રેલિયન સરકાર વચ્ચે સંઘર્ષ થયો હતો.

ઓસ્ટ્રેલિયન સરકારે મક્કમતા બતાવીને કાયદામાં કોઈ જ ફેરફાર નહીં થાય એવું કહ્યું હતું. બંને વચ્ચે સંઘર્ષ વધતો જતો એટલે આખરે ફેસબુકે ન્યૂઝની સર્વિસ બ્લોક કરી દીધી હતી. એમાં ફેસબુકનું પોતાનું ન્યૂઝનું પેજ પણ બંધ થયું હતું. અસંખ્ય સરકારી પેજ બંધ થયા હતા. અખબારોના ફેસબુક પેજ બ્લોક કરી દેવાયા હતા.વિદેશી મીડિયાના ફેસબુક પેજ ઓસ્ટ્રેલિયામાં દેખાતા બંધ થયા હતા. ન્યૂઝની સર્વિસ બંધ થતાં ઓસ્ટ્રેલિયામાં હેલ્થ સહિતની ઈમરજન્સી સર્વિસ પ્રભાવિત થઈ હતી.

વડાપ્રધાન સ્કોટ મોરિસને ફેસબુકની પગલાંની ઝાટકણી કાઢી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે આ ઓસ્ટ્રેલિયાની સ્વતંત્રતા પર કંપનીનો હસ્તક્ષેપ છે. આવું વર્તન ચલાવી લેવાશે નહીં. ટેકનોલોજી કંપનીઓને લાગે છે કે તે લોકો દ્વારા ચૂંટાયેલી સરકારો કરતાં પણ વધુ શક્તિશાળી છે. આ કંપનીઓ મન ફાવે તેવું વર્તન કરે છે અને ગમે ત્યારે ગમે તે સર્વિસ બંધ કરી દે છે. આ પગલું ઘમંડી છે અને તેનો યોગ્ય જવાબ અપાશે. સરકાર ઉપરાંત વિપક્ષના નેતાઓએ પણ ફેસબુકની ઝાટકણી કાઢી હતી.


એ પછી આખાય ઓસ્ટ્રેલિયામાં ડિલિટ ફેસબુક હેશટેગથી લોકોએ ટ્વિટ કર્યું હતું અને કેમ્પેઈન ચલાવ્યું હતું. હેલ્થ જેવી ઈમરજન્સી સર્વિસ પણ ફેસબુકમાં બંધ થઈ જતાં નારાજ થયેલા લોકોએ ફેસબુકના એકાઉન્ટ્સ ડિલિટ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *