27 સપ્ટેમ્બરે દેશભરમાં ખેડૂતોનું ‘ભારત બંધ’, જાણો શું ખુલ્લુ રહેશે-શું બંધ

  • Editor: Akash Vankhede
  • Sub Editor:Vikrant Sinha

દેશભરમાં ફરી એક વખત ખેડૂતોનું ભારત બંધ થવા જઇ રહ્યુ છે. 27 સપ્ટેમ્બરે દેશભરમાં ખેડૂતોએ ભારત બંધની જાહેરાત કરી છે. ખેડૂતોનો આ ભારત બંધ નવા કૃષિ કાયદાના વિરોધમાં છએ. ત્રણ નવા કૃષિ કાયદાને પસાર કરતા એક વર્ષથી ઉપર થઇ ગયુ છે. ખેડૂત આ કાયદા વિરૂદ્ધ દિલ્હી સાથે જોડાયેલી સરહદો પર એક વર્ષથી પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હીની સરહદો પર દેશભરમાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ દેશના અલગ અલગ રાજ્યમાં પણ ખેડૂત જગ્યાએ જગ્યાએ પ્રદર્શન કરી રહ્યા છે.

સંયુક્ત કિસાન મોર્ચાએ 27 સપ્ટેમ્બરે દેશભરમાં ભારત બંધની જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોર્ચા સિવાય કેટલાક અન્ય સંગઠન પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે. ખેડૂત સંગઠને કહ્યુ કે ભારત બંધ શાંતિપૂર્ણ થશે.

27 સપ્ટેમ્બરે ભારત બંધ સવારે છ વાગ્યાથી શરૂ થશે અને આ સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે. આ દરમિયાન કેટલાક વાહન વ્યવહાર પર પુરી રીતે પ્રતિબંધ રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના કાર્યલય, બજાર, દુકાન, કારખાના, સ્કૂલ, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાની પરવાનગી નહી આપવામાં આવે. ભારત બંધ દરમિયાન એમ્બ્યુલન્સ અને ફાયર સેવાઓ સહિત ઇમરજન્સી સેવાઓને પરવાનગી આપવામાં આવશે.

આ રહેશે બંધ

– કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ કાર્યાલય અને સંસ્થાઓ
– બજાર, દુકાન અને ઉદ્યોગ- સ્કૂલ, કોલેજ, યૂનિવર્સિટી અને તમામ રીતના શિક્ષણ સંસ્થા
– દરેક રીતના સાર્વજનિક વાહન વ્યવહાર
– કોઇ પણ રીતના સરકારી અથવા બિન સરકારી સાર્વજનિક કાર્યક્રમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *