દેશના પચાસ ટકા ખેડૂત પરિવારો દેવા હેઠળ: સર્વે

  • Editor: Akash Vankhede
  • Sub Editor:Vikrant Sinha

મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે કટિબદ્ધ હોવાની જાહેરાત કરી ચુકી છે. બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને તેમના એકાઉન્ટમાં પૈસા જમા કરાવીને મદદ કરવામાં આવી રહી છે.

જોકે હકીકત તે છે કે, આજે પણ દેશમાં 50 ટકા કરતા વધારે ખેડૂતોના માથે દેવુ છે. નેશનલ સ્ટેસ્ટેસ્ટિક ઓફિસના સર્વે પ્રમાણે 2019માં 50 ટકા કરતા વધારે ખેડૂત પરિવારો દેવાના બોજ હેઠળ દબાયેલા હતા. દરેક પરિવાર પર સરેરાશ 74121 રૂપિયાની લોન છે.

આ સર્વેમાં કહેવાયુ છે કે, ખેડૂતો પર જે દેવુ છે તેમાંથી 69 ટકા દેવુ બેન્ક, સહકારી સમિતિઓ તેમજ સરકારી એજન્સીઓનુ છે. જ્યારે 20 ટકા દેવુ વ્યાજખોરોનુ છે. ખેડૂતોનુ જે કુલ દેવુ છે તેમાંથી 57 ટકા જ લોન ખેતીના હેતુ માટે લેવામાં આવી છે.

2018-19ના વર્ષમાં દરેક ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક 10128 રૂપિયા હતી.આ પૈકી 4063 રૂપિયાની આવક મજૂરીથી, 3798 રૂપિયાની આવક ખેતીના ઉત્પાદનમાંથી, 1582 રૂપિયાની આવક પશુપાલનમાંથી, 641 રૂપિયા બીન ખેતીના વ્યવસાયમાંથી થઈ હતી.

એક અંદાજ પ્રમાણે દેશમાં ખેતી પર નભતા પરિવારોની સંખ્યા 9.3 કરોડ છે. જેમાં ઓબીસી પરિવારોની ટકાવારી 45.8 ટકા, અનુસૂચિત જાતિની સંખ્યા 15.9 ટકા, અનુસૂચિત જનજાતિની સંખ્યા 14.2 ટકા અને બીજા પરિવારોની સંખ્યા 24.1 ટકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *