શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ અને શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી તરફથી વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વડોદરા: શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ અને શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી ના અધ્યક્ષ શ્રી ગૌરવ પવળે દ્વારા પાછલા બે વર્ષથી પસ્તીદાન થી વિધ્યાજ્ઞાન ના મહાયજ્ઞ ની શરૂઆત કરવામાં આવી છે. તે અંતર્ગત આ વર્ષે એ પણ ઘરે – ઘરે જઈને સ્વયંસેવક દ્વારા પસ્તી એકત્રિત કરવામાં આવી હતી. જે માથી નિર્માણ થયલ રાશિ અને અધ્યક્ષ ગૌરવ પવળે દ્વારા પોતાના તરફથી નિધી નાખી ને આજે બાળકો ને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આજે આશરે 400-500 બાળકો ને નોટબુક આપવા આવી હતી. આ સમયે મૂખ્ય અતિથિ તરીકે જતિન મોદી, ભગીરથ ભટ્ટ, હેમંત નરશાળે, સંગીત ચવ્હાણ, ભુમી ચવ્હાણ, અંજલિ જાધવ, દેવદત્ત વાડકર, ધનરાજ જાધવ, સંતોષ ઉતેકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *