
મુંબઇના નવા શેરા પોર્ટપરથી 20 ટનથી વધુ હેરોઇન મળી આવ્યો છે. દિલ્હી પોલીસને હેરોઇનનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત આશરે 1725 કરોડ રૂપિયા છે.
મુંબઇના નવા શેરા પોર્ટ(Nawa Shera Port) પરથી 20 ટનથી વધુ હેરોઇન મળી આવ્યો છે. દિલ્હી પોલીસને હેરોઇનનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત આશરે 1725 કરોડ રૂપિયા છે.
1725 કરોડનું ડ્રગ્સ
સ્પેશિયલ સીપી એચજીએસ ધાલીવાલે જણાવ્યું હતું કે જપ્ત કરવામાં આવેલા હેરોઇનની કુલ કિંમત આશરે 1,725 કરોડ રૂપિયા છે. કન્ટેનરને દિલ્હી લાવવામાં આવ્યું છે. આ પકડાયેલ ડ્રગ્સથી તે સ્પષ્ટ થાય છે કે નાર્કો આતંક આપણા દેશ પર કેવી અસર કરી રહ્યો છે. વિશ્વના ડ્રગ ડીલર્સ આપણા દેશમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે વિવિધ કીમિયાઓનો ઉપયોગ કરી રહ્યા છે.