વડોદરાની અભિનેત્રીની હનીટ્રેપ : લગ્નની સ્ક્રિપ્ટ બનાવી યુવકના 8 લાખ રૂપિયા પડાવ્યા, બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી પણ આપી

હનીટ્રેપ કરનારી ગુજરાતી અભિનેત્રીની તસવીર

અમે 0 નંબર ફરિયાદ લઇ પાણીગેટ પોલીસ સ્ટેશન વડોદરામાં મોકલી આપી છેઃ ધનસુરાના PSI

સમગ્ર છેતરપિંડીમાં અભિનેત્રીનો આખો પરિવાર સામેલ: યુવક

ગુજરાતી આલ્બમની અભિનેત્રીએ લગ્નની લાલચ આપી ધનસુરાના યુવક પાસેથી 8 લાખથી વધુ પડાવી લીધાની અરજી ધનસુરા પોલીસ સ્ટેશનમાં થતાં ખળભળાટ મચી ગઇ છે. આ અંગે ધનસુરા પીએસઆઇએ 0 નંબર ફરિયાદ લઇ પાણીગેટ વડોદરા પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યાનું જણાવ્યું હતું

સોશિયલ મીડિયામાં વાતો કરતા હતા
ધનસુરાના ચોગમડાકંપાના અને હાલ આનંદધામ રેસીડેન્સી પચવણીકાટા બોટાદમાં રહેતા જીનેશકુમાર વાડીલાલ પટેલ નામના યુવકે ધનસુરા પોલીસ સ્ટેશનમાં કરેલ ફરિયાદ અનુસાર 9 માસ અગાઉ મારી ગુજરાતી અભિનેત્રી યશ્વી દિનેશભાઇ પટેલ નામની છોકરી સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થતાં બંને સોશિયલ મીડિયામાં વાતો કરતા હતા. યશ્વી પટેલે તા.30-07-2021ના રોજ યશ્વીનો બર્થ ડે હોઇ મને વડોદરા મળવા માટે બોલાવતા હું યશ્વીને મળવા હોટલમાં જતાં યશ્વીની બહેન અને તેના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. તે વખતે યશ્વીના પિતાએ જણાવ્યું કે યશ્વી માટે અમે લગ્ન વાંચ્છુક છોકરો શોધીએ છીએ એવી વાત મને વિશ્વાસમાં લઇ મારી દીકરી અને બધાને તમે ગમ્યા છો કહ્યું હતું. આપણે એક સમાજના છીએ અને હમણાં મારી દીકરીના આલ્બમનું કામ ચાલુ છે તે પુરુ થઇ જાય પછી લગ્નની તારીખ નક્કી કરીએ.

મહિના બાદ મને મળવા ઘરે બોલાવ્યો
દરમિયાન યશ્વીએ મારી સાથે વારંવાર સોશિયલ મિડીયામાં અને કોલથી વાતો ચાલુ રાખી હતી. મહિના બાદ મને મળવા માટે તેના ઘરે બોલાવી આખા પરિવારે મને વિશ્વાસમાં લીધો હતો.​​​​​​​ પરિવારે યશ્વીને ગીફ્ટ આપવાના બહાને મારી પાસે આઇફોન મોબાઇલ માગતા મેં 55000નો ફોન યશ્વીને લઇ આપ્યો હતો. ત્યારબાદ તેને સોનાની બુટ્ટી ગમી ગઇ હોઇ મને બનાવી આપો ભવિષ્યમાં લગ્ન તો કરવાના જ છે કહી બોટાદમાં 46000ની બુટ્ટી બનાવી યશ્વીને આપી હતી.

નવી બુટ્ટીની માગણી કરી
બાદમાં બુટ્ટી ખોવાયાનું જણાવી મારી પાસેથી નવી બુટ્ટીની માંગણી કરતા કે વડોદરાથી રૂ.7000ની બુટ્ટી લઇ આપી હતી. ત્યારબાદ તેની બહેન તથા તેની માતાએ મારી પાસેથી રૂ. 50 થી 60 હજારની કપડાની ખરીદી કરી હતી. તથા માતાએ ઘરનું ભાડુ ભરવાનુ હોય અને મમ્મી અને પપ્પા બીમાર હોય અને ભાઇની ફી ભરવાની હોય અને મારા આલ્બમની ફી હજુ આવેલ ન હોઇ આવશે એટલે આપીશ તેવું કહી 8 મહિના માસ દરમ્યાન કુલ 3.75 લાખ મંગાવતા મેં આ રકમ બોટાદથી મારી એક્સીસ બેંકના ખાતામાંથી યશ્વીની બહેનના ખાતામાં જમા કરાવ્યા હતા.

પેમેન્ટ મહિનામાં આપવાનું કહ્યું હતું
બાદમાં તા. 21-03-2022ના રોજ યશ્વીના ઘરે બરોડા જતાં તેની બહેને HDFC બેંકનો ચેક રૂ. બે લાખનો આપ્યો હતો અને કહેલ કે હું ફોન કરે ત્યારે તે તારીખનો ચેક ભરી દેજો અને તમારું બાકી નીકળતુ પેમેન્ટ હું એક મહિનાની અંદર તમને આપી દઈશ તેવુ કહ્યું હતું. પરંતુ તેમનો ફોન આવે તે પહેલા તેમના ખાતામાં પેમન્ટ રોકાવી દીધેલ જેના કારણે મને ચેકના નાણાં મળ્યા હતા નહી.

અન્ય છોકરાઓ સાથે પણ છેતરપિંડી કરી હતી
ત્યારબાદ આજથી દોઢ માસ અગાઉ યશ્વી અને તેના માતા પિતાએ મને જણાવેલ કે અમો ફાઈનાન્સમાંથી રૂ. ત્રણ લાખ લીધેલ છે જે અમારે તા.31 માર્ચ પહેલા ભરી દેવાના છે તેમ કહી રૂ. 3 લાખ માંગતા મારી પાસે પૈસા હોય મારા મિત્રો પાસેથી ત્રણ લાખ લઈ આપ્યા હતા. યશ્વી અને કહેલ કે મારી બહેનનો જન્મદિવસ હોઇ તેને સોનાની રીંગ ભેટમાં આપવાની છે તો તમે રૂ. 40 હજાર મોકલવાનું કહ્યું હતું. દરમિયાન મેં જ્યારે જ્યારે યશ્વી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકેલો ત્યારે આ લોકોએ યેનકેન પ્રકાર બહાના બનાવી લગ્નની વાત ટાળી દેતા હતા. દરમિયાન મને જાણવા મળેલ કે યશ્વીના પરિવારે મારી સાથે સગાઈ તથા લગ્ન કરવાની વાત કરેલ છે. તેવા અમારા સમાજના બીજા ત્રણથી ચાર છોકરાઓને પણ લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરી છે.

બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી
​​​​​​​યુવકે ફરિયાદમાં આક્ષપ કર્યો હતો કે યશ્વીને ફોન કરતા કહ્યું હતું કે તારો ફોન અને બુટ્ટી પાછી લઈજા, હવે પછી પૈસા માગતો નહીં, નહીં તો બળાત્કારના કેસમાં ફસાવી દઈશ અને મારી નાખીશુ. આ લોકો મને પોલીસનુ ખોટું નામ લઈ ફોન ઉપર ધમકીઓ આપતા હતા. ​​​​​​​ચારેય જણાંએ લગ્ન કરાવી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ મારી પાસેથી રૂ. 8 લાખથી પણ વધુ રકમ પડાવી લઈ મારી સાથે છેતરપિંડી કરી પૈસા પરત માગીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપતાં બનાવ વડોદરામાં બન્યો હોઇ યશ્વી દિનેશભાઈ પટેલ સહિત 4 સામે ફરિયાદ નોંધવા અરજી કરી છે.

0 નંબર પર ફરિયાદ મોકલી આપી છે: PSI
ધનસુરા પીએસઆઇ સોલંકીનો સંપર્ક કરતાં જણાવ્યું કે અમે 0 નંબર પર ફરિયાદ લઇ પાણીગેટ પોલીસ સ્ટેશન વડોદરામાં મોકલી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *