ભવાનીપુરમાં મમતા બેનરજી સામે ભાજપના પ્રિયંકા ટિબરેવાલ લડશે ચૂંટણી

  • સાવલી તાલુકાના રણજીતનગર ગામમાં દેશી દારૂની ધમધમતી હાટડીઓ પર ગ્રામજનોનો હલ્લાબોલ કર્યો હતો
  • ગ્રામજનો અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ, મહિલા ઇજાગ્રસ્ત
  • પોલીસે દારૂની હાટડીઓ પર કાર્યવાહી ન કરતા ગ્રામજનોએ જનતા રેડ કરી
  • ભાદરવા પોલીસ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

  • Editor: Akash Vankhede
  • Sub Editor:Vikrant Sinha

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. ભવાનીપુર વિધાનસભા બેઠક પર મમતા બેનરજી ફરી ચૂંટણીના મેદાનમાં છે. ભાજપે મમતા બેનરજી સામે પ્રિયંકા ટિબરેવાલને મેદાનમાં ઉતાર્યા છે.

ભવાનીપુરમાં 30 સપ્ટેમ્બરે મતદાન થશે, એવામાં ભારતીય જનતા પાર્ટી આસાનીથી મમતા બેનરજીને જીતવા દેવા માંગતી નથી. ભાજપે માટે મહિલા ઉમેદવારને અહી મેદાનમાં ઉતાર્યા છે અને પોતાના કેટલાક મોટા નેતાઓને ચૂંટણી ક્ષેત્રની જવાબદારી પણ સોપી છે.

ભવાનીપુરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 41 વર્ષીય પ્રિયંકા ટિબરેવાલ છે, જે વકીલ છે. પ્રિયંકા સુપ્રીમ કોર્ટ અને કોલકાતા હાઇકોર્ટમાં વકીલાત કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં તે યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે.

પ્રિયંકા ટિબરેવાલે વર્ષ 2014માં ભારતીય જનતા પાર્ટી જોઇન કરી હતી. પ્રિયંકા ભાજપ સાંસદ બાબુલ સુપ્રિયોના લીગલ એડવાઇઝર હતા અને તેમણે જ પ્રિયંકાને પાર્ટી જોઇન કરાવી હતી.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન અને તે બાદ થયેલી હિંસાને લઇને ભાજપે બંગાળમાં વિવાદ કર્યો હતો. કોલકાતા હાઇકોર્ટમાં જ્યારે ભાજપ તરફથી બંગાળ હિંસાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે પ્રિયંકા ટિબરેવાલે જ તેમાં અરજી કરી હતી. આ અરજી બાદ કોર્ટે બંગાળ પોલીસને હિંસા સાથે જોડાયેલા તમામ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

પ્રિયંકા ટિબરેવાલની અરજી પર જ હાઇકોર્ટ તરફથી ભાજપના નેતા અભિજીત સરકારનું ફરી પોસ્ટ મોર્ટમ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેમનું હિંસામાં મોત થયુ હતુ.

આ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પ્રિયંકા ટિબરેવાલે ઇંતાલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ ટીએમસીના ઉમેદવાર સામે 58 હજાર મતે હારી ગયા હતા. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ આ વખતે ચૂંટણીમાં નંદીગ્રામ ચૂંટણી હારી ચુક્યા છે, એવામાં તે પરત ભવાનીપુર આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *