
શહેરના બાપોદ વિસ્તારમાં એક પરિણીતાએ પતિ દારૂ પી માર મારતા પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી પકડાવી દીધાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
સયાજીપાર્ક બાપાસીતારામ નગરની ઘટના
વડોદરામાં પોલીસ એક તરફ દારૂબંધીનો ચુસ્ત અમલ કરાતો હોવાના દાવા કરે છે તો બીજી તરફ મહિલાઓને તેમના પતિ દારૂ પી માર મારતા હોવાની અનેક ફરિયાદ પોલીસમાં કરવી પડી રહી છે. શહેરના બાપોદ વિસ્તારમાં એક પરિણીતાએ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો કે સયાજીપાર્ક બાપાસીતારામ નગરમાં મારો પતિ દારૂ પીને ખૂબ માર મારે છે. જેથી પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આરોપી સંજય છોટનભાઇ માહતોની ધરપકડ કરી હતી.
આવી ફરિયાદો સતત આવી રહી છે
પોલીસે સંજયના ઘરે પહોંચી ત્યારે તે દારૂના નશાની હાલતમાં હતો જેથી પોલીસ તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શહેરના અનેક વિસ્તારમાં દારૂ પી પતિ કે પરિવારના કોઇ સભ્ય માર મારતા કે ધમલા કરતા હોવાથી ફરિયાદો પોલીસ સ્ટેશનોમાં છાશવારે નોંધાઇ રહી છે.