ગુજરાતના રાજકારણમાં ભડકા: સોશિયલ મીડિયામાં મજાક-મસ્તી

  • Editor: Akash Vankhede
  • Sub Editor:Vikrant Sinha

ગુજરાતના રાજકારણમાં નો રિપીટ થિયરીના કારણે ભૂકંપ સર્જાયો છે અને નવા મુખ્યમંત્રી બાદ નવા કેબિનેટની રચનાને લઈને લોકોએ સોશિયલ મીડિયા પર મજાક-મસ્તી શરૂ કરી દીધી હતી. તેમાંની થોડી ઘટનાઓ નીચે મુજબ છે.

* લ્યો બોલો…!પરીક્ષામાં ચોરી કરતાં પકડાયેલા વિદ્યાર્થીના પિતા હવે ગુજરાતના નવા શિક્ષણમંત્રી!

*જૂના વાહનો સ્ક્રેપમાં મોકલવાની શરૂઆત ‘કમલમ્’ માંથી થઇ ગઇ છે.

* ગુજરાત મંત્રીમંડળનો ખાલી નળ બદલવાનો હતો અને સાહેબે તો આખી પાઇપલાઇન જ બદલી નાખી.

* એક નેતા હોટેલમાં જમતાં-જમતાં વેઇટર પર ખીજાઇ ગયા. કારણકે વેઇટરે પૂછ્યું કે, સાહેબ રોટી રિપીટ કે ‘નો રિપીટ.’

* વિરાટ કોહલીનું ટ્વેન્ટી20 ટીમના કેપ્ટનપદેથી રાજીનામું. ગુજરાતના રાજકારણના વલણ પ્રમાણે ભુવનેશ્વર કુમાર આગામી કેપ્ટન હશે.

* હર્ષ સંઘવી થોડા દિવસ અગાઉ માસ્ક વગર જાહેરમાં ક્રિકેટ રમતા દેખાયા હતા, હવે તેમનું ક્રિકેટ રમવાનું ફળ્યું.

* ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકૂલ ખાતે નવા ‘બાલમંદિર’ નો પ્રારંભ.

* હમેં અપનો ને લૂંટ, ગૈરો મેં કહાં દમ થા.

મેરી કસ્તી ડૂબી વહાં જહાં પાની કમ થા.

– લિ. પૂર્વ મંત્રીઓ

* 3 વર્ષ પહેલા સરકારી મેડિકલ કોલેજોમાં ફી વધારા અંગે રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓને જોઇ લેવાની વાત કરતા ‘કાકા’ને આજે મોટાભાઇએ જોઇ લીધા..

આને પ્રયોગ નો કે’વાય…અખતરા કે’વાય અખતરા!

* મુખ્યમંત્રી બદલવા જેટલું આસાન કામ નથી, મંત્રી બદલવા.

સૂક્ષ્મકથા : ભાજપ

* એક પેજપ્રમુખના વિઝિટિંગ કાર્ડમાં લખ્યું હતું…

-સંભવિત મુખ્ય પ્રધાન

* નાઇટ વોચમેન માત્ર ટેસ્ટ ક્રિકેટમાં આવે એવું નો હોય હો! રાજકારણમાં પણ આવે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *