વડોદરા રેપકાંડમાં પાવાગઢનો ભાગેડુ ટ્રસ્ટી રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો, અશોક જૈન હજી ફરાર

  • ફરાર આરોપી અશોક જૈનની આગોતરા જામીન અરજીની બુધવારે સુનાવણી થશે
  • Editor: Akash Vankhede
  • Sub Editor:Vikrant Sinha

રાજ્યભરમાં ચકચાર જગાવનારા વડોદરાના હાઇ પ્રોફાઇલ દુષ્કર્મકેસમાં પોલીસ પીડિતાને વિવિધ સ્થળોએ લઈ જઈને પુરાવા એકત્રિત કરી રહી છે તેમજ આરોપી એવા રાજુ ભટ્ટની પણ શોધખોળ કરી રહી હતી. અંતે, રાજુ ભટ્ટ જૂનાગઢમાંથી ઝડપાયો છે. હાલ પોલીસ પાવાગઢના ટ્રસ્ટી એવા રાજુ ભટ્ટની પૂછપરછ કરી રહી છે.

આ દરમિયાન પીડિતાએ ફેંકી દીધેલાં કપડાં અને કોન્ડમ પોલીસે કબજે કર્યાં છે. પોલીસ તપાસ દરમિયાન પીડિતા પોલીસને ગ્રાઉન્ડમાં લઈ ગઈ હતી અને પોતે ફેંકી દીધેલાં કપડાં અને કોન્ડમ પોલીસને સોંપ્યાં હતાં, જેને તપાસ અર્થે FSL મોકલવામાં આવશે. આ ઉપરાંત હેલીગ્રીન ફ્લેટ ખાતેથી પણ પોલીસે છોકરીના વાળ અને કોન્ડમનાં પેકેટ જપ્ત કર્યાં હતાં.

હરિયાણાની 24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ કરાયાની ફરિયાદ બાદ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન ભાગતા ફરતા હતા, જેમાંથી રાજુ ભટ્ટ ઝડપાઈ ગયો છે. પોલીસ બંનેને શોધવા ત્રણ રાજ્ય ખૂંદી રહી હતી, પરંતુ આરોપીઓનો કોઇ પતો મળતો ન હોતો. આ કેસમાં સરકાર સીધું મોનિટરિંગ કરી રહી હોવાથી પોલીસે ચોકસાઇ સાથે આગળ વધી રહી છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે પોલીસે હોટલ હાર્મનીના માલિક કાનજી અરજણભાઇ મોકરિયા(રહે. અલકાપુરી સોસાયટી)ની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચમાં સોમવારે સાંજે તેજ બનેલી ગતિવિધિઓ વચ્ચે શહેર પોલીસ કમિશનર સમશેરસિંઘ ભદ્ર કચેરી સ્થિત ડીસીબી ઓફિસે પહોંચ્યા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ગુનો નોંધાયા બાદ આરોપી રાજુ ભટ્ટ પોલીસથી બચવા માટે કચ્છના ગાંધીધામ તરફ ભાગ્યો હતો, જેથી પોલીસની એક ટીમ ગાંધીધામ પહોંચી છે અને રાજુ ભટ્ટના વેવાઇના પુત્ર હર્ષિતને વડોદરા બોલાવી તેની સઘન પૂછપરછ કરી હતી. રાજુ ભટ્ટના વેવાઇનો પુત્ર ફરિયાદ નોંધાઈ ત્યારે પણ વડોદરામાં હોવાની પોલીસને ગુપ્ત જાણકારી મળી હતી, જેથી પોલીસે વેવાઇના પુત્રની પૂછપરછ કરી મહત્ત્વની જાણકારી મેળવી હતી. ઉપરાંત પોલીસે સમન જારી કરીને રાજુ ભટ્ટના વેવાઇના પરિવારને સમક્ષ હાજર થવા જણાવ્યું હતું.

સોમવારે મોડી સાંજથી પોલીસની ટીમ રાજુ ભટ્ટના નિઝામપુરા, મિલનપાર્ક સોસાયટી સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી અને તેની 3 કાર કબજે લેવાની સાથે મહત્ત્વના દસ્તાવેજો કબજે કર્યા હતા. જ્યારે તેના બેડરૂમમાંથી બ્રાન્ડીની બોટલ પણ મળી હતી. સોમવારે મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ જ રહી હતી. બીજી તરફ આરોપી અશોક જૈન પણ ગુનો નોંધાયા બાદ ઇન્દોર તરફ ભાગ્યો હોવાની બાતમી મળતાં ઇન્દોર તરફ પણ તપાસ કરી રહી છે. પોલીસે અશોક જૈનના પુત્રના મિત્રને પણ પૂછપરછ કરવા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે બોલાવ્યો હતો.

ઉલ્લખનીય છે કે આ પહેલાં પીડિતાએ પોલીસના નિવેદનમાં જણાવ્યું હતું , મુક્કા-લાતો મારી નરાધમો રાજુ ભટ્ટ અને અશોક જૈને હેવાનિયત પર ઊતરી આવી દુષ્કર્મ આચર્યું હતું, જેની અસર હજુ પણ હું ભોગવી રહી છું. આ નિવેદન બાદ પોલીસે યુવતીને દુષ્કર્મ સ્થળ સહિત વિવિધ જગ્યાએ લઇ જઇને પુરાવાઓ એકત્રિત કર્યા હતા.

ફરાર આરોપી અશોક જૈને ફરિયાદ નોંધાયાના 8મા દિવસે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ અરજીની વધુ સુનાવણી આગામી 29 તારીખે બુધવારે યોજાશે. આ બાબતે આરોપીના એડવોકેટ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે જેમાં અશોક જૈન પર જે આરોપ લગાવાયા છે એ ખોટા છે. તેમણે તેમની ઓફિસના 14 તારીખના સીસીટીવી ફૂટેજ પોલીસને આપ્યા છે અને તેમાં યુવતીના હાવભાવ સહિત વર્તણૂૂક જોતાં એની સાથે કોઇ બનાવ બન્યો હોય એવું જણાતું નથી. તેમણે તમામ પુરાવા પોલીસને આપ્યા છે પણ પોલીસ સાચી દિશામાં તપાસ કરતી નથી. આ ઉપરાંત આકેસમાં બૂટલેગર અલ્પુ સિંધીને પણ પોલીસ પકડી શકી નથી અને કેસની એકતરફી તપાસ કરી રહી છે. સમગ્ર મામલામાં વધુ સુનાવણી 29 તારીખે બુધવારે યોજાશે, એમાં તપાસ અધિકારી સોગંદનામું રજૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *