- કેનો સ્પ્રિન્ટમાં MPની પ્રાચી યાદવ અને શૂટરમાં રાજસ્થાનની અવની લેખરા ફાઇનલમાં
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવીણ કુમારને અભિનંદન પાઠવ્યાં

- Editor: Akash Vankhede
- Sub Editor:Vikrant Sinha
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે સારી શરૂઆત કરી છે. પ્રવીણ કુમારે મેન્સ ટી-64 હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો છે. ટોક્યોમાં ભારતનો આ 11મો મેડલ છે, જ્યારે કેનો સ્પ્રિન્ટમાં પ્રાચી યાદવ અને શૂટરમાં રાજસ્થાનની અવની લેખરા ફાઇનલમાં પહોંચી છે. તીરંદાજીમાં ભારતના તીરંદાજ હરવિંદર સિંહ પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપન એલિમિનેશન 1/16માં આગળના રાઉન્ડમાં પહોંચી ગયો છે, જ્યાં બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સના એસએલ-4 મુકાબલામાં સુહાસ એલ યથીરજ પણ આગળના રાઉન્ડમાં પહોંચી ગયો છે.
🇮🇳's ace High jumper Praveen Kumar is ready for his debut at #Tokyo2020 #Paralympics
— SAI Media (@Media_SAI) September 3, 2021
He will compete in Men's High Jump T64 Final in some time, so stay tuned and continue to #Cheer4India #Praise4Para #ParaAthletics pic.twitter.com/14Dzfy3sH6
🇮🇳's ace High jumper Praveen Kumar is ready for his debut at #Tokyo2020 #Paralympics
— SAI Media (@Media_SAI) September 3, 2021
He will compete in Men's High Jump T64 Final in some time, so stay tuned and continue to #Cheer4India #Praise4Para #ParaAthletics pic.twitter.com/14Dzfy3sH6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવીણ કુમારને અભિનંદન પાઠવ્યાં છે. તેમણે ટ્વીટ કર્યું- પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતવા પર પ્રવીણ કુમાર પર ગર્વ છે. આ મેડલ તેમની મહેનત અને અપ્રતિમ સમર્પણનું પરિણામ છે. તેમને અભિનંદન. તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ.
પ્રવીણનો એક પગ સામાન્ય વ્યક્તિ કરતાં નાનો છે, પરંતુ તેણે આ નબળાઈને પોતાની તાકાત બનાવી અને પેરાલિમ્પિકના સ્ટેજ સુધી જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો. પ્રવીણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સ્કૂલમાં વોલીબોલ રમતો હતો અને તેનો જમ્પ સારો હતો. એકવાર તેણે હાઈ જમ્પમાં ભાગ લીધો અને પછી એથ્લેટિક્સ કોચ સત્યપાલે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં જઈને અભ્યાસ કરવાની ભલામણ કરી. ત્યાર બાદ તે જનવાહ લાલ સ્ટેડિયમમાં અભ્યાસ કરવા લાગ્યો હતો.
પ્રવીણે જુલાઈ 2019માં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. એ જ વર્ષે નવેમ્બરમાં તેણે સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. તેણે વર્લ્ડ ગ્રાં.પ્રિ.માં ગોલ્ડ જીત્યો હતો અને હાઇ જંપમાં 2.05 મીટરનો એશિયા રેકોર્ડ બનાવ્યો હતો.
પ્રાચીએ કેનો સ્પ્રિન્ટની મહિલા સિંગલ્સ 200 મીટર VL-2 ઇવેન્ટમાં ત્રીજા સ્થાને રહીને ફાઇનલમાં જગ્યા બનાવી. તેણે 1: 07.397 સાથે અંતર પૂરું કર્યું. પ્રાચી યાદવ ગ્વાલિયરના બહોદાપુર વિસ્તારના આનંદ નગરની રહેવાસી છે. કેનોઇંગની ફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ મહિલા ખેલાડી છે.
પ્રાચી યાદવના બંને પગ જન્મથી ખરાબ છે. 7 વર્ષની ઉંમરે માતાનું પણ અવસાન થયું. 9 વર્ષની ઉંમરે પ્રાચી 2007માં સ્વિમિંગમાં જોડાઈ હતી. એ જ વર્ષે તેને ચેમ્પિયનશિપમાં રમવાની તક પણ મળી. પ્રાચીએ જુનિયર કેટેગરીમાં ગોલ્ડ જીત્યો. આ જીતથી રમતમાં તેનો આત્મવિશ્વાસ વધ્યો. દિવસ -રાત મહેનત કર્યા પછી તે સતત 3 વર્ષ સુધી મેડલ જીતતી રહી.
સ્વિમિંગમાં શાનદાર પ્રદર્શન અને પ્રાચીના મોટા-મોટા હાથ જોઈને તેના કોચે તેને કેનોઈંગ અને કયાકિંગમાં નસીબ અજમાવવા કહ્યું. પ્રાચીએ 2018માં કોચ મયંક સિંહ ઠાકુરના માર્ગદર્શન હેઠળ ભોપાલના નાના તળાવમાં પ્રેક્ટિસ શરૂ કરી. સ્વિમિંગ સાથે સંકળાયેલી હોવાથી પ્રાચીએ કેનોઇંગનો પણ આનંદ માણ્યો હતો.
પ્રેક્ટિસમાં દિવસ અને રાત એક કરી દીધા. પરિણામ પહેલાંથી જ 2019માં રાષ્ટ્રીયમાં એક ગોલ્ડ અને એક સિલ્વરના રૂપમાં જોવા મળ્યું હતું. એ પછી ઓગસ્ટ 2019માં હંગરીમાં રમાયેલી પેરાલિમ્પિક્સ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટમાં તેણે કેનોઇંગ ઇવેન્ટમાં 8મું સ્થાન મેળવ્યું હતું.
તીરંદાજીમાં પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપન એલિમિનેશન 1/16માં, ભારતીય તીરંદાજ હરવિંદર સિંહે પોતાનો મુકાબલો જીતીને આગળના રાઉન્ડમાં પહોંચી ગયો છે. આ મેચમાં તેણે ઇટાલીના એસ.
ભારતની પારુલ પરમાર અને પલક કોહલીની જોડીએ બેડમિન્ટનની મહિલા ડબલ્સ SL-3-SU-5 સ્પર્ધામાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગ્રુપ બીની બીજી મેચમાં ભારતીય જોડીને ફ્રાન્સ સામે હાર મળી હતી. ફ્રાન્સની કી ફોસ્ટિન નોએલ અને લેનિગ મોરિનને સીધા સેટમાં 2-0થી પારુલ-પલક જોડીને હરાવી ફ્રાન્સે આ મેચ 21-12 અને 22-20થી જીતી હતી.
ટોક્યોમાં ભારતીય પેરા ખેલાડીઓએ અત્યારસુધીમાં 2 ગોલ્ડ સહિત 11 મેડલ જીત્યા છે. અવની લખેરાએ મહિલા SH1-10m રાઇફલમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ સિવાય હાઇ જમ્પમાં સુમિત અંતિલે ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે જેવિલનમાં F46માં દેવેન્દ્ર ઝાઝરિયા, ડિસ્ક્સના F56માં યોગેશ કથુનિયા, ટેબલ ટેનિસના વર્ગ -4 માં ભાવિનાબેન પટેલ, T47માં હાઈ જમ્પમાં નિશાદ ટી-42ના હાઇ જમ્પમાં મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે T42ના હાઇ જમ્પમાં શરદકુમાર અને એફ 46ના જેવલિનમાં સુંદર ગુર્જર અને સિંહરાજ અધાના sh1ની 10 મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે.
Proud of Praveen Kumar for winning the Silver medal at the #Paralympics. This medal is the result of his hard work and unparalleled dedication. Congratulations to him. Best wishes for his future endeavours. #Praise4Para
— Narendra Modi (@narendramodi) September 3, 2021