
વડોદરા: રિપોર્ટર વિજય ચૌહાણ
માંજલપુર વડસર બ્રિજ પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા કોર્પોરેશન દ્વારા સમારકામની કામગીરી કરાઇ રહીશ પરંતુ રોડની વચ્ચે જ ડામરનો રોડ બનાવવાના બદલે રોડ વચ્ચે પેવર બ્લોક નખાઇ રહ્યા છે શું આ રોડની કામગીરી છે ? કે પછી કોઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ?
માંજલપુર વડસર બ્રીજ પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા કોર્પોરેશન દ્વારા ખોદકામ કરેલ હોય ત્યાર બાદ છેલ્લા કેટલાક સમયથી અહીંયા સમારકામ થયેલ ન હોય અને રોડ વચ્ચે બેરીકેટ મુકેલા છે ત્યારે આવતા જતા વાહનો તેમજ લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે. તો આજરોજ વોર્ડ નંબર 12 દ્વારા સમારકામ કરવા માટે વડસર બ્રીજ ખાતે માણસોને મુકવામાં આવતા ત્યાં સમારકામ જોતા જ રોડ વચ્ચે ડામર રોડ બનાવવાની જગ્યાએ પેવર બ્લોક નાખવાની કામગીરી જોતાં જ સામાજિક કાર્યકર્તા વિજય મટ્ટૂ દ્વારા ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેથી કોર્પોરેશનના લાગતા-વળગતા કોન્ટ્રાક્ટરો તથા અધિકારીઓ મિલીભગતથી કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે જેવા અનેક પ્રશ્નો ઉદભવ્યા છે. સાથે ભ્રષ્ટાચાર થયો હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. સુસેન થી વડસર જવાના માર્ગ ઉપર હજારોની સંખ્યામાં ભારદારી વાહનો પસાર થતા હોય છે. અને આગામી સમયમાં વરસાદની સિઝન આવતા જો રસ્તા વચ્ચે ભૂવો પડે અને અકસ્માત થાય તો જવાબદાર કોણ ? નંબર 12 ના ધવલ સાહેબ દ્વારા આ કામ કરાવવામાં આવી રહ્યું છે તેવું ત્યાં હાજર મજૂરીકામ કરતાં સાગર નામના કામદારે જણાવ્યું હતું. જેથી હવે આ મુદ્દો ભ્રષ્ટાચાર તરફ વળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે !