યુક્રેનના ત્રીજા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબ્જો કરવા આગળ વધી રહી છે રશિયન સેનાઃ જેલેન્સ્કીનો દાવો

યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીએ અમેરિકન સાસંદો સાથેની વાતચીત દરમિયાન દાવો કર્યો છે કે, રશિયન આર્મી યુક્રેનનો ત્રીજો ન્યુક્લિયર પ્લાન્ટ કબ્જો કરવાની દીશામાં આગળ વધી રહી છે.

જેલેસન્કીએ કહ્યુ હતુ કે, રશિયન સૈનિકો આ પહેલા બે પ્લાન્ટ તો કબ્જે કરી લીધા છે અને હવે તેઓ માઈકોલોવની ઉત્તરમાં 120 કિમી દુર આવેલા યુજનોક્રેંસ્ક પરમાણુ પ્લાન્ટ તરફ આગળ વધી રહ્યા છે.

જેલેન્સ્કીએ અમેરિકન સાંસદોને અપીલ કરી હતી કે, અમેરિકન સરકારને તેઓ રશિયાના ગેસ અને ઓઈલ પર પ્રતિબંધ લગાવવા માટે મનાવે.

દરમિયાન અમેરિકાના રિપબ્લિકન પાર્ટીના નેતા લિન્ડસે ગ્રેહામે કહ્યુ હતુ કે, અમેરિકી સાંસદો સાથેની વાતચીતમાં જેલેન્સ્કીએ રશિયા પર એનર્જી સેક્ટરમાં પ્રતિબંધો લગાવવાનો આગ્રહ કર્યો હતો.જેલેન્સ્કીનુ માનવુ છે કે, તેના કારણે રશિયા માટે યુક્રેન સાથેનો જંગ વધારે મુશ્કેલ બનશે.

જેલેન્સ્કીએ એવો પણ દાવો કર્યો છે કે, દેશના મધ્ય તેમજ દક્ષિણ પૂર્વ હિસ્સા પર યુક્રેની આર્મીનો કબ્જો યથાવત છે.10 દિવસમાં અમે 10000 રશિયન સૈનિકોને મારી નાંખ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *