
ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-12 સાયન્સની પરીક્ષાનું આજે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરાનું રિઝલ્ટ 69.03 ટકા આવ્યું છે. વડોદરામાં માત્ર 6 વિદ્યાર્થીઓએ જ A-1 ગ્રેડ મેળવ્યો છે. ધોરણ 12 સાયન્સનું પરિણામ માત્ર 33 દિવસમાં તૈયાર કરાયું છે. વડોદરા શહેર-જિલ્લામાં ધોરણ 12 સાયન્સના 6535 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ www.gseb.org પરથી પોતાનું પરિણામ બેઠક નંબરના આધારે જોઈ શકશે.
વડોદરાના કયા કેન્દ્રનું કેટલુ પરિણામ
કેન્દ્રનું નામ | પરિણામ(ટકામાં) |
માંડવી | 56.91 |
ઇન્દ્રપુરી | 65.54 |
સયાજીગંજ | 71.35 |
ફતેગંજ | 75.17 |
અટલાદરા | 70.01 |
રાવપુરા | 63.45 |
સમા | 69.52 |
માંજલપુર | 71.18 |
ડભોઇ | 55.48 |
ગ્રેડ | વિદ્યાર્થીઓની સંખ્યા |
A-1 | 6 |
A-2 | 182 |
B-1 | 463 |
B-2 | 702 |
C-1 | 1003 |
C-2 | 1222 |
D | 408 |
E1 | 1 |
કેન્દ્રનું નામ | પરિણામ(ટકામાં) |
દાહોદ | 40.19 |
પંચમહાલ | 57.87 |
મહીસાગર | 50.83 |
છોટાઉદેપુર | 47.15 |
નર્મદા | 52.89 |
ભરૂચ | 68.12 |
પરિણામો કેમ વહેલા જાહેર કરાયા?
કોરોના મહામારીના પગલે છેલ્લા બે વર્ષથી સત્ર મોડું શરૂ થઇ રહ્યું છે અને શૈક્ષણિક કેલેન્ડર ખોરવાઇ જાય છે. તેવા સંજોગોમાં 2022-23માં ધોરણ 12 પછી યુનિવર્સિટી-કોલેજનું સત્ર સમયસર શરૂ થઇ શકે તે માટે પરિણામો વહેલા જાહેર કરાયા છે.
ગુજકેટની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ પર મુકાઈ
18 એપ્રિલે લેવાયેલી ગુજકેટ-2022ની પરીક્ષાના ગણિત(050), કેમિસ્ટ્રી(052), ફિઝિક્સ(054), બાયોલોજી(056) વિષયોના પ્રશ્નપત્ર સેટ નંબર 1થી 20 માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની પ્રોવિઝનલ આન્સર-કી 28 એપ્રિલ, 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી અને રજૂઆતો મંગાવવામાં આવી હતી. આ રજૂઆતોના અંતે સુધારા સહિતની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.
2021માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું
2021માં ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું હતું, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો છે.