અજીબ ઘટના / આ શખ્સ દરરોજ પી રહ્યો છે પોતાનો પેશાબ, ડિપ્રેશન મટ્યું અને 10 વર્ષ નાનો દેખાવા લાગ્યો, ઘણા ફાયદા થયા

બ્રિટનના હેમિસ્ફિયરના રહેવાશી હૈરી મેટાડિન 2016થી દરરોજ પોતાનો પેશાબ પી રહ્યો છે અને તેને કારણે ડિપ્રેશન મટ્યું હોવાનો દાવો કર્યો છે.
  • બ્રિટનના હેમિસ્ફિયરના રહેવાશી હૈરી મેટાડિન અજીબ પ્રકારનો વ્યક્તિ
  • 2016થી દરરોજ પી રહ્યો છે પોતાનો પેશાબ
  • ડિપ્રેશનથી છૂટકારો મળ્યો હોવાનો દાવો
  • શખ્સનો દાવો-પેશાબ પીવાને કારણે 10 વર્ષ નાનો દેખાઈ રહ્યો છું

પેશાબ પીવો આરોગ્ય માટે સારો નથી પરંતુ કેટલાક લોકોના કિસ્સામાં તે સારો બની રહે છે અને તેમની ઘણી બીમારી મટી હોવાનો પણ દાવો કરાયો છે. બ્રિટનનો એક શખ્સ પણ દરરોજ પોતાનો તાજો પેશાબ પી રહ્યો છે અને તેને જે લાભ મળ્યાં છે તે જાણીને ખરેખર હેરાન થઈ જવાશે. દરરોજ પોતાનો પેશાબ પી રહેલા બ્રિટનના 34 વર્ષીય શખ્સનો દાવો છે કે પોતાનો પેશાબ પીવાને કારણે તેને ડિપ્રેશનથી છૂટકારો મળ્યો છે અને તે 10 વર્ષ નાનો દેખાઈ રહ્યો છે. 

2016થી પોતાનો પેશાબ પીવાનું શરુ કર્યું.

હેરી મેટાડીન નામના શખ્સે 2016થી પોતાનો પેશાબ પીવાનું શરુ કર્યું હતું. તે વખતે તે માનસિક રોગથી પીડાતો હતો અને તેણે અચાનક પોતાનો પેશાબ પીવાનું શરુ કરી દીધું હતું. મેટાડીને કહ્યું કે પેશાબ થેરપી બાદ મને ખૂબ શાંતિ અને આનંદ મળ્યો અને મારો વિશ્વાસ મજબૂત બન્યો તથા મને ડિપ્રેશન મટી ગયું હતું. આટલા બધા ફાયદા થયેલા જોઈને મેટાડીન ગેલમાં આવી ગયો હતો અને ત્યારથી તે બીજા લોકોને પણ પેશાબ પીવાની સલાહ આપી રહ્યો છે. 

પેશાબ પીવાને કારણે આ લાભો મળ્યા હોવાનો શખ્સનો દાવો 
મેટાડીનનો દાવો છે કે પેશાબ પીવાન કારણે તેનું ડિપ્રેશન મટી ગયું.પેશાબ થેરપી બાદ મને ખૂબ શાંતિ અને આનંદ મળ્યો. તેનો એવો પણ દાવો છે કે તેના બીજા રોગો પણ મટી ગયા હતા. મેટાડીન દરરોજ પોતાનો 200 એમએલ પેશાબ પી જાય છે અને તે મોં વાટે શરીરમાં પેશાબ લઈ જાય છે અને જાણે કોઈ ડ્રિન્ક પીતો હોય તેવી લાગણી અનુભવે છે. શખ્સે એવો પણ દાવો કર્યો કે હું પેશાબ પીવાની સાથે સાથે ચહેરા પર ઘસુ પણ છું. 

ચહેરા પર પેશાબ ઘસવાને કારણે યુવાન દેખાવા લાગ્યો
મેટાડીનનો એવો પણ દાવો છે કે તે ચહેરા પર પેશાબથી માલિસ કરી રહ્યો હોવાને કારણે તે 10 વર્ષ નાનો દેખાઈ રહ્યો છે. તે કહે છે કે પેશાબે મને 10 વર્ષ નાનો બનાવી દીધો છે. તે કહે છે કે મરી ત્વચા, નરમ અને ચમકતી બની છે. એજ્ડ યુરિન સ્કીન માટે બેસ્ટ ઔષધિ છે તેણે મને યુવાન અને લવચીક બનાવી દીધો છે. હું યુરિન સિવાય બીજી કોઈ સ્કીનકેર પ્રોડક્ટ વાપરતો નથી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *