જાપાનના એક શખ્સે પશુની જેમ દેખાવાનુ પોતાનુ આખા જીવનનુ સપનુ પૂર્ણ કરી લીધુ છે. ટ્વિટર યુઝર @toco_eevee એ ટ્વિટર પર પોતાની તસ્વીરો પોસ્ટ કરી છે, જેને જોઇને દરેક યુઝર્સ અચંબિત થયો છે.
- એક શખ્સે પશુની જેમ દેખાવાનુ પોતાનુ સપનુ સાકાર કર્યુ
- આ શખ્સ બિલ્કુલ અસલી શ્વાન જેવો દેખાય છે
- કૉસ્ચ્યુમને બનાવવા માટે 12 લાખ રૂપિયા ખર્ચ કર્યા
એક શખ્સે પશુ જેવુ જીવન જીવવાનુ સપનુ સાકાર કર્યુ
શ્વાનની એક પ્રજાતિ કોલીમાં તેનુ ટ્રાન્સફોર્મેશન, જેપેટ નામના એક પ્રોફેશનલ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતુ. સ્થાનિક જાપાની સમાચાર આઉટલેટ મુજબ, જેપેટ કંપની ફિલ્મો, જાહેરાતો, મનોરંજન સુવિધાઓ માટે મોટી સંખ્યામાં મૂર્તિઓ પ્રદાન કરે છે અને જપાનમાં પ્રસિદ્ધ શુભંકર પાત્રોની વેશભૂષા આઉટફિટ્સનું પણ નિર્માણ કરે છે, જેને ટીવી પર જોવામાં આવે છે. આખા પોશાકની કિંમત રૂ. 12 લાખથી વધુ હોવાનુ અનુમાન છે અને તેને બનાવવામાં લગભગ 40 દિવસ લાગ્યા.
માણસ અસલી શ્વાન જેવો દેખાય છે
ટોકોએ એક ન્યુઝ સાથે વાતચીત કરી છે, તેમણે જણાવ્યું કે તેઓ બાળપણથી પશુઓનુ જીવન જીવવા ઈચ્છતા હતા. ખાસ કરીને તેમને શ્વાન સાથે વધુ પ્રેમ હતો. તેથી મોટા થઇને તેમણે શ્વાન બનવાનો અજીબગરીબ નિર્ણય કર્યો. પછી તેમણે જેપેટ કંપની સાથે સંપર્ક કર્યો. જ્યાંથી તેમણે પોતાના માટે અલ્ટ્રા રિયલિસ્ટિક ડૉગ કૉસ્ચ્યુમ બનાવ્યો. જેને પહેર્યા બાદ તેઓ બિલ્કુલ અસલી શ્વાન જેવા દેખાય છે. ઉલ્લેખનીય છે કે આ કૉસ્ચ્યુમને પહેર્યા બાદ દરેક માણસ ટોકોને શ્વાન સમજે છે. આ કૉસ્ચ્યુમને બનાવવા માટે તેમણે આખા 2 મિલિયન યેન એટલેકે 12 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.
તમે તમારા અંગને વધુ હલાવશો તો શ્વાનની જેવા નહીં દેખાવો
ઈન્ટરવ્યુ લેનારે તેમને એવુ પણ પૂછ્યુ કે શું તેઓ પોતાના અંગને સ્વતંત્ર રૂપે હલાવી શકે છે. જેના પર તેમણે જવાબ આપ્યો, પ્રતિબંધ છે, પરંતુ તમે તેને સ્થાળાંતરિત કરી શકો છો. જો કે, તમે તેને વધુ હલાવો છો આ શ્વાનની જેમ દેખાશો નહીં.