રોડપર ગટરના તૂટેલા ઢાંકણા નાગરિકો માટે જાણે ખુલ્લા મોતના કૂવા સમાન…????

અધિકારીઓની છત્ર છાયામાં ઇજારદારને જાણે ધી કેળા

રોડ ઉપરની ડ્રેનેજ અને વરસાદી કાંસની ચેમ્બરો તૂટેલી હોવા છતા અધિકારીઓના આડા કાન

રોડ ઉપર નાગરિકો માટે જાણે ખુલ્લા મુક્યા મોતના કૂવા

વડોદરા: કોર્પોરેશનને જાણે નાગરિકોની પડી જ ના હોય તે રીતે મુખ્ય રસ્તાઓ ઉપર આવેલા ડ્રેનેજ અને વરસાદી કાંસની તૂટેલી ચેમ્બરો મોતના કૂવા સમાન સાબિત થવાની દહેશત હોવા છતાં કોર્પોરેશનનું તંત્ર કોઇ મોટી દુર્ઘટના ની રાહ જોતી હાથ પર હાથ ધરીને બેઠું હોય તેમ લાગી રહ્યું છે

વડોદરા કોર્પોરેશન વારંવાર વિવાદોના વમળમાં સપડાતુ રહ્યું છે ત્યારે હવે ગટરના ઢાંકણા વિવાદમાં આવ્યું છે વડોદરા શહેરના ચાર ઝોન પૈકી પ્રત્યેક ઝોનમાં ૯ થી ૧૨ હજાર જેટલા વરસાદી ગટર અને ડ્રેનેજના ચેમ્બરો આવેલા છે પરંતુ પાલિકાના અધિકારીઓ અને ઇજારદાર ના મેળાપીપણા થી ઇજારદારને ઘી કેળા થઈ રહ્યા છે વડોદરા શહેરના દક્ષિણ ઝોનમાં ખાસ કરીને વરસાદી ગટરો અને ડ્રેનેજની ચેમ્બરોના ઢાંકણા તૂટેલા અથવા તો કેટલીક ચેમ્બરો ખુલ્લી હોય નાગરિકો માટે મોતના કૂવા સમાન સાબિત થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે પરંતુ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી કોઇ મોટી દુર્ઘટના થયા બાદ જ તંત્ર એક્શનમાં આવતું હોય છે હાલમાં પણ કેટલીક જગ્યાએ ઇજારદાર ઓ દ્વારા ઢાંકણા નંખાયા બાદ ક્વોરીંગ કરવામાં પણ ઉદાસીનતા દાખવી રહ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે તૂટેલા ઢાંકણ બદલવામાં નહીં આવે અથવા તો ઢાંકણા બદલવામાં ગેરરીતિ કરવામાં આવશે તો અધિકારીઓ સામે પગલા લેવાશેની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *