બાળકની PUB-Gની લત માતા-પિતાને પડી મોંઘી, દસ લાખ રૂપિયાનું થયુ નુકશાન

  • Editor: Akash Vankhede
  • Sub Editor:Vikrant Sinha

પ્રતિદિવસ ભારતમાં પબજી રમવાની લતના શિકાર લાખો યુવાનો થઇ રહ્યાં છે. મુંબઈમાં તેનુ એક ચોંકાવનારૂ ઉદાહરણ સામે આવ્યુ છે. જોગેશ્વરી વિસ્તારમાં રહેતા એક કિશોરે પબજી રમવા માટે પોતાની માતાના એકાઉન્ટમાંથી દસ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. જ્યારે માતા-પિતાને આ વાતની જાણકારી મળી ત્યારે તેમણે પોતાના પુત્રને ખખડાવ્યો હતો.

જેનાથી નારાજ થઈને તેણે ઘર છોડી દીધુ હતુ. 16 વર્ષના આ કિશોરને આખરે પોલીસે શોધી કાઢ્યો છે. જોગેશ્વરીમાં રહેતા દાસ પરિવારને 16 વર્ષનો પુત્ર ગુમ થયો હોવાની ફરિયાદ પોલીસને 25 ઓગસ્ટે આપી હતી. પોલીસે આ કિશોરની શોધખોળ શરૂ કરી હતી ત્યારે પોલીસને ખબર પડી હતી કે તેને પબજી રમવાની લત લાગી હતી.

આ માટે તેને આઈડી મેળવવાનુ હતુ અને તેણે પોતાની માતાના બેન્ક એકાઉન્ટમાંથી 10 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. પૈસા વાપરવા અંગે માતા પિતાને જાણકારી મળી ત્યાર તેમણે પુત્રને ખખડાવ્યો હતો.

એ પછી તેણે ઘર છોડી દીધુ હતુ. પોલીસને તે અંધેરી વિસ્તારમાં આવેલી એક મહાકાલી ગુફા પાસે મળી આવ્યો હતો.

આમ તો ભારતમાં સરકારે પબજી પર પ્રતિબંધ મુકયો છે પણ આશ્ચર્યની વાત એ છે કે, ગમે તે રીતે જૂગાડ કરીને આ ગેમ હજી પણ યુવાનો રમી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *