કારેલીબાગ શાકમાર્કેટ નજીક થી દારૂ પીને કાર ડ્રાઈવિંગ કરવાના આક્ષેપ સાથે પકડાયેલા યુવકને પોલીસ સ્ટેશન લઈ જઈ છોડી દેવાના કિસ્સામાં પોલીસની ભેદી ભૂમિકાની તપાસ DCP ને સોંપાઈ.

પ્રતિકાત્મક તસવીર

Editor:Akash Vankhede:9664705566, Sub Editor:Vikrant Sinha:90996 90609

વડોદરા: કારેલીબાગ શાક માર્કેટ પાસેથી એક સપ્તાહ પહેલા ડી સ્ટાફના માણસોએ દારૂનો નશો કર્યો હોવાના આક્ષેપ સાથે કારચાલકને પકડ્યો હતો. યુવકને પોલીસ સ્ટેશનના લોકઅપમાં મૂક્યો હતો જે બાદ મામલો પતાવવા યુવકના મિત્રે પોલીસ સાથે મળી મોટી રકમની સોદાબાજી કરી હતી.


જોકે શરૂઆતમાં વાત ન બનતા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવાનું નક્કી કરી ફરિયાદ ડ્રાફ્ટ કરાઇ હતી. જે પીએસઓ ને દાખલ કરવા અપાઇ હતી. પરંતુ યુવક તેના મિત્રના કહેવાથી મોટી રકમ આપવા તૈયાર થઈ જતાં ડી સ્ટાફના જવાનોએ તેને છોડી દીધો હતો. જે બાદ યુવકની માતાને ખબર પડતા તેમણે પોલીસ કર્મીઓ નો સંપર્ક કરી આટલા બધા સાના પૈસા માંગો છો ? તેમ કહી ઉધડો લીધો હતો. આ મામલો વધુ આગળ ન વધે તે માટે યુવકને પકડનાર ત્રણ પોલીસ કર્મીઓએ રૂપિયા જતા કર્યા હતા. ખાખી વર્દી ને દાગ લગાડનાર આ મામલે જોઈન્ટ સીપી ચિરાગ કોરડીયા એ જણાવ્યું હતું કે કસૂરવાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ તપાસ કરવા ડીસીપી લગકધીરસિંહ ને આદેશ કર્યો છે. જે તે વખતના પોલીસ સ્ટેશન તથા આસપાસના સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *