ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે થકી મુંબઈથી દિલ્હી માત્ર આટલા ક્લાકમાં પહોંચાશે

  • Editor: Akash Vankhede
  • Sub Editor:Vikrant Sinha

દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડવા માટે મહત્વાકાંક્ષી ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે. આ 8-લેન હાઇવે લગભગ 1 લાખ કરોડ રૂપિયા ખર્ચીને તૈયાર કરવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ રહેશે કે તેના કારણે મુંબઈથી દિલ્હી વચ્ચેનું અંતર 150 કિલોમીટર જેટલું ઘટી જશે અને મુંબઈથી દિલ્હીની યાત્રા માત્ર 13 કલાકની રહેશે.

કેન્દ્રીય રાજમાર્ગ વિકાસ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, દેશના બે મહાનગરોને જોડતા 1350 કિલોમીટર લાંબા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનું કામ જાન્યુઆરી 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ એક્સપ્રેસ વેના કારણે દર વર્ષે 32 કરોડ લિટર ઈંધણની બચત થશે. હાલમાં, એક્સપ્રેસ વેનું 350 કિમી સુધીનું કામ પૂર્ણ થઈ ગયું છે.

એક્સપ્રેસ વે દ્વારા માત્ર મુંબઈ અને દિલ્હી વચ્ચેનું અંતર ઘટશે સાથે જ હાઈવેની સાઇડોમાં ઓદ્યોગિક ટાઉનશીપ અને સ્માર્ટ સિટી પણ બનાવવામાં આવશે. હાઇ વે પર 92 સ્થળોએ ઈન્ટરવલ સ્પોટ વિકસાવવામાં આવશે.

એક્સપ્રેસ વેમાં આમ તો 8 લેનની વ્યવસ્થા હશે, પરંતુ આ 8 લેનમાંથી દરેક બે લેન રિઝર્વ રાખવામાં આવશે. આ રીતે 4 લેન ફક્ત ઇ-વાહનોની અવર જવર માટે જ રીઝર્વ રહેશે. દેશમાં આ પ્રકારનો આ પ્રથમ એક્સપ્રેસ વે હશે. એટલે કે આ એક્સપ્રેસ વે પર્યાવરણ અનુસાર પણ ખરું સાબિત થશે. તેને કારણે તેમાં ઇંધણની નોંધપાત્ર બચત થશે. હાઇવેમાં થોડા થોડા અંતરે ઇ-વાહનો ચાર્જ કરવાની સુવિધા હશે.

245 કિમી સુધીનો હાઇવે મધ્યપ્રદેશમાંથી પસાર થશે. આ 245 કિલોમીટરમાંથી, 100 કિલોમીટર સુધીનું કામ પૂર્ણ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 16 સપ્ટેમ્બરે અત્યાર સુધી થયેલા કામોનો હિસાબ લેવા આવી રહ્યા છે. ટોલ પ્લાઝા હાઇવેને બદલે સ્લિપ લેનમાં બનાવવામાં આવશે. તેનો અર્થ એ થશે કે મુસાફરો માત્ર તે શહેરમાં જ ટોલ ચૂકવશે જ્યાં તેઓ પ્રવેશ કરી રહ્યા છે.

અત્યાર સુધી મુંબઈથી દિલ્હી જવા માટે લોકો રેલ માર્ગ અથવા હવાઈ માર્ગની મદદ લે છે. સામાન્ય મુસાફરો ભાગ્યે જ રોડ માર્ગે જવાનું પસંદ કરે છે. તેનું કારણ એ છે કે રસ્તાની મુસાફરી લાંબી અને કંટાળાજનક હોય છે અને કેટલાક સ્થળોએ નબળા રસ્તાઓના કારણે મુસાફરીમાં પણ સમસ્યાઓ આવે છે. ટ્રાફિક પણ ઘણી જગ્યાએ જામ થઈ જાય છે. પરંતુ જ્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તૈયાર થઈ જશે ત્યારે આ બધી સમસ્યાઓનું નિરાકરણ આવી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *