ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની 2 નવી વેક્સિન અને એક એન્ટી વાઇરલ ડ્રગ્સના ઉપયોગની મંજૂરી આપી.

ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની 2 નવી વેક્સિન અને એક એન્ટી વાઇરલ ડ્રગ્સના ઉપયોગની મંજૂરી આપી છે. સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને દેશને આ વિશે શુભેચ્છા આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બે વેક્સિન- કોર્બેવેક્સ (Corbevax),કોવોવેક્સ (Covovax) અને એન્ટી વાઇરલ ડ્રગ મોનલુપિરાવિરને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.

સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું છે કે કોર્બેવેક્સ ભારતમાં બનેલી પહેલી આરબીડી પ્રોટીન સબ યુનિટ વેક્સિન છે. એને હૈદરાબાદની કંપની બાયોલોજિકલ-ઈએ બનાવી છે. તેમણે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ હેડ્રિક છે. આ હવે ભારતમાં બનેલી ત્રીજી સ્વદેશી વેક્સિન બની ગઈ છે. નેનૌપાર્ટિકલ વેક્સિન વોકોવેક્સનું ઉત્પાદન પુણેમાં આવેલી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં કરવામાં આવશે.

દેશમાં થશે મોલનુપિરાવિરનું ઉત્પાદન
સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે એન્ટી વાઇરલ દવા મોલનુપિરાવિર હવે દેશની 13 કંપની બનાવશે. એ કોવિડ-19ના વયસ્ક દર્દીઓની સારવારમાં ઈમર્જન્સીમાં વાપરવામાં આવશે. આ દવા તેમને જ આપવામાં આવશે, જેમને બીમારી વધવાનું જોખમ હોય. આ દવાને કોવિડ-19ને ટક્કર આપવા માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે.

કોવોવેક્સ કોણે બનાવી?
સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલી કોરોનાની નવી વેક્સિન કોવોવેક્સને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બનાવી છે. કોવિશિલ્ડને પણ સીરમે જ બનાવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે આ વિશે ટ્વિટ કરીને માહિતી આપી છે.

કોર્બેવેક્સ વેક્સિન કોની છે?
કોર્બેવેક્સને બાયોલોજીકલ-ઈ કંપનીએ બનાવી છે. સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીમાં નિષ્ણાતોની એક ટીમે અમુક શરતો સાથે ઈમરજન્સીમાં આ વેક્સિનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. સરકારે પણ તેને મંજૂરી આપી દીધી છે.

હવે બાળકોને પણ અપાશે કોરોના વેક્સિન
સરકારે કોરોના વાયરસને ટક્કર આપવા માટે બાળકોને પણ વેક્સિન આપવાની જાહેરાત કરી છે. તેની શરૂઆત જાન્યુઆરીથી થઈ રહી છે. વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી બચવા માટે સ્વાસ્થ્ય કર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ત્રીજી વેક્સિન તરીકે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તે માટે કોવિડ પોર્ટલ પર જાન્યુઆરીથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. જોકે સરકારે એ સ્પષ્ટ કહી દીધું છે કે, બાળકોને માત્ર કોવેક્સિન આપવામાં આવશે.

Editor:Akash Vankhede:9664705566, Sub Editor:Vikrant Sinha:90996 90609

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *