તારાપુરની ગરીબ ઘરની દીકરીનું ૩ લાખ રૂપિયાના ખર્ચનું ઓપરેશન યુ .એન મહેતા હોસ્પિટલમાં એક પણ રૂપિયા વગર કરીને દીકરીને નવું જીવનદાન આપી માનવતા મહેકાવી.

માતા પિતા માટે તેમના બાળકો સૌથી મહત્વના હોય છે. માતા પિતા પોતાના જીવનમાં જેટલી પણ મહેનત કરે છે. તે તેમના બાળકો માટે જ કરે છે. પણ જયારે પૈસાના અભાવના કારણે જે માતા પિતાને પોતાના બાળકો ખોવા પડે છે તેમની વેદનાની કલ્પના કરવી જ મુશ્કેલ બની જાય છે.

તારાપુરના મહિયારી ગામની એક આવી જ ઘટના સામે આવી છે.મહિયારી ગામમાં રહેતા યોગેશ ભાઈના ઘરે થોડા મહિના પહેલા દીકરીનો જન્મ થયો હતો. દીકરીનો જન્મ થતા પરિવારમાં ખુશીઓ વ્યાપી ગઈ હતી.

પણ માતા પિતાને જરાય ખબર નહતી કે તેમની દીકરી એક ગંભીર બીમારી સાથે જન્મી છે. ગામની આંગણવાડી બાળકો માટે કેમ્પ લાગતા માતા પોતાની દીકરીને લઈને તપાસ માટે ગઈ હતી. ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે દીકરીનું વજન ખુબજ ઓછું છે.

ડોક્ટર દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે દીકરીને હૃદયને સમસ્યા છે અને તેની માટે ઓપરેશન કરવું જરૂરી છે. તો યોગેશ ભાઈએ જયારે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેની માટે ખાનગી હોસ્પિટલમાં ૩ લાખ રૂપિયાના ખર્ચ થશે.

યોગેશ ભાઈ ખેતી કામ કરે છે અને તેમની પત્ની ઘરે સીવણ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.તે દીકરીની સારવાર માટે ૩ લાખ રૂપિયા ખર્ચ કરી શકે તેમ નહતું માટે તેમને દીકરીની ખુબજ ચિંતા થવા લાગી.

તો દીકરીની તકલીફને જોઈને તેને અમદાવાદ યુ અને મહેતામાં મોકલવામાં આવી અને ત્યાં દીકરીનું એક પણ રૂપિયો લીધા વિના આ જટિલ ઓપરેશન કરવામાં આવતા માતા પિતા રાજીના રેડ થઇ ગયા. ગરીબ ઘરની દીકરીને નવું જીવનદાન મળ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *