આપણા ગુજરાતમાં લોક ડાયરાઓનું ખૂબ જ મહત્વ છે. આપણા ગુજરાતના લોક કલાકારો એટલે કે ડાયરા ના કલાકારો જ્યારે ડાયરાના પ્રોગ્રામ કરે છે. ત્યારે લાખોની સંખ્યામાં લોકો મેદાનમાં ઉમટી પડતા હોય છે. અને લાખોની સંખ્યામાં મેદાનમાં લોકો ડાયરા કલાકારોને માણતા હોય છે. અને લાખો રૂપિયા ડાયરાના કલાકારો પર ઉડાવતા હોય છે. આપણા ગુજરાતમાં ઘણા બધા ડાયરાના કલાકારો છે જેમાંના એક છે કિર્તીદાનભાઈ ગઢવી. આજે કિર્તીદાન ભાઈ ગઢવી ની સાથે સાથે એક દિવ્યાંગ વ્યક્તિનું નામ પણ જોડાઈ ગયેલું છે. તે દિવ્યાંગ વ્યક્તિને તમે લોકો જાણતા જ હશો. તેનું નામ છે કમાભાઈ.