નાઈટ કર્ફ્યૂ પાછળ કોઈ સાયન્સ નથી! WHOએ ભારતમાં કોરોના મુદ્દે આપ્યું સૌથી મોટું નિવેદન.

Editor:Akash Vankhede:9664705566, Sub Editor:Vikrant Sinha:90996 90609

WHO ના વૈજ્ઞાનિકે કહ્યું કે નાઇટ કર્ફ્યુ લાદવા પાછળ કોઈ સાયન્સ નથી.આ વાયરસ મનોરંજનના સ્થળો પર સૌથી વધુ ફેલાય છે, તેથી ત્યાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવે તે સ્વાભાવિક છે.

  • નાઇટ કર્ફ્યુ પાછળ કોઈ સાયન્સ નથી
  • ભારતીયો ગભરાશો નહીં, તૈયાર રહો
  • ભારતએ સાયન્સના આધારે નીતિઓ બનાવવી જોઈએ

WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યારે કોવિડ-19ના નલા વેરિયન્ટના ઓમિક્રોનના ફેલાવાને પહોંચી વળવાની વાત આવે છે ત્યારે નાઇટ કર્ફ્યુ પાછળ કોઈ સાયન્સ નથી. એક અહેવાલ અનુસાર તેમણે કહ્યું કે ભારત જેવા દેશોએ વાયરસના ફેલાવાને રોકવા માટે સાયન્સ આધારિત નીતિઓ બનાવવી જોઈએ.

નાઇટ કર્ફ્યુ પાછળ કોઈ સાયન્સ નથી

સૌમ્યાએ કહ્યું, ‘નાઈટ કર્ફ્યુ જેવી બાબતો પાછળ કોઈ સાયન્સ નથી. પુરાવા આધારિત પગલાં લેવા પડશે. જાહેર આરોગ્યના પગલાંની સંપૂર્ણ સૂચિ છે. સ્વામીનાથને કહ્યું, ‘મનોરંજન સ્થાનો એવી જગ્યાઓ છે જ્યાં આ વાયરસ સૌથી વધુ ફેલાય છે. ત્યાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવે તે સ્વાભાવિક છે. તેમણે કહ્યું કે ભારતીયોએ તૈયાર રહેવાની જરૂર છે, ગભરાવાની નહીં.

દેશમાં ઓમિક્રોનના કેસો વધી શકે છે  

WHO વૈજ્ઞાનિકે કહ્યું, ‘અમે ભારતમાં ઓમિક્રોન કેસમાં વધારો જોવાની અપેક્ષા રાખી શકીએ છીએ, મને લાગે છે કે તે હમણાં જ કેટલાક શહેરોમાં શરૂ થઈ રહ્યું છે અને ઘણા લોકોને સંક્રમિત કરશે.’ છેલ્લા 24 કલાકમાં ઝડપથી ફેલાતા કોવિડ વેરિયન્ટ ઓમિક્રોનના 309 નવા કેસ મળી આવતા, શુક્રવારે ભારતમાં ઓમિક્રોનના કુલ કેસોની સંખ્યા વધીને 1,270 થઈ ગઈ છે. જેમાંથી 374ને રજા આપવામાં આવી છે.

ઓમિક્રોન ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. 

23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન સંક્રમણ નોંધાયો છે, જેમાં મહારાષ્ટ્ર સૌથી વધુ 450 કેસો નોધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, આમાંથી 125 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે બીજા નંબર પર દિલ્હીમાં 320 ઓમિક્રોન સંક્રમણના બીજા સૌથી વધુ કેસ છે. જોકે, તેમાંથી 57ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

શુક્રવારે એક અલગ ટ્વિટમાં, સ્વામીનાથને કહ્યું, ‘હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા વધી રહી છે, મોટાભાગે રસી વગરના લોકો છે. ભલે ઓમિક્રોન ઓછા ગંભીર રોગોનું કારણ બને છે, પણ મોટી સંખ્યામાંની થોડી ટકાવારી પણ ખૂબ મોટી છે અને આરોગ્ય પ્રણાલીને ડૂબી શકે છે.

રસીકરણ રોગ સામે રક્ષણ આપે છે

ડૉ. સૌમ્યા સ્વામીનાથને એ વાત પર પણ ભાર મૂક્યો છે કે કોરોનાનો કોઈ પણ પ્રકાર હોય, રસીકરણ રક્ષણ પૂરું પાડે છે. આનાથી હોસ્પિટલમાં જવાની શક્યતાઓ ઘટી જાય છે અને મૃત્યુનું જોખમ પણ ઓછું રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *