આ છે ભારતના ‘અમીર’ ભિખારીઓ, કોઇ પાસે કરોડોના ફ્લેટ તો કોઇ પાસે લાખોનું બેન્ક બેલેન્સ

દુનિયાનો દરેક માણસ પોતાનું ને પોતાના પરિવારનું પેટ ભરવા માટે કામ કરે છે. કોઇ નોકરી કરે છે તો કોઇ ધંધો કરે છે. જીવન જરુરિયાતની વસ્તુઓ પર ખેર્ચો કરતા જે થોડું ઘણુ વધે છે તેની લોકો બચત કરે છે. જ્યારે તમને પુછવમાં આવે કે તમે એક વર્ષમાં કેટલી કમાણી કરો છો? તો તેનો આધાર તમારા નોકરી-ધંધા અને વિસ્તાર પર રહે છે. 

ત્યારે જો તમને કહેવામાં આવે કે કેટલાક ભિખારીઓ પણ તમારા કરતા વધારે કમાય છે. કદાચ તમને આશ્ચર્ય થશે, પરંતુ  વાત હકિકત છે. આજે અમે તમને ભારતના સૌથી અમીર પાંચ ભિખારીઓ વિશે જણાવીશું. ભારતના આ અમીર ભિખારીઓ પાસે ઘણી બધી પ્રોપર્ટી છે અને બેંક બેલેન્સ પણ છે આમ છતા તેઓ રસ્તા પર ભીખ માંગે છે.

1. દેશના સૌથી અમીર ભિખારીઓમાં જે મોખરે છે તેમનું નામ ભરત જૈન છે. જે મોટાભાગે મુંબઇ અને તેની આસપાસના વિસ્તારમાં ભીખ માંગ છે. એક રિપોર્ટ પ્રમાણે તેમની પાસે 70 લાખની કિંમતના  બે ફ્લેટ છે, એટલે કે કુલ 1 કરોડ 40 લાખની સંપતિ થઇ. તેઓ ભીખ માંગીને દર મહિને 75000 રુપિયાની કમાણી કરે છે. જે સામાન્ય નોકરી કરતા લોકોના પગાર કરતા અનેક ગણા વધારે છે.

2. બીજા નંબર પર કોલકાતાની લક્ષ્મી આવે છે. લક્ષ્મીએ 1964ના વર્ષમાં કોલકાતામાં ભીખ માંગવાનું શરુ કર્યુ હતું, તે સમયે તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી. 50 વર્ષથી ભીખ માંગી માંગીને તેણે લાખો રુપિયા ભગા કર્યા છે. તમામ બેંકોની અંદર તેના પૈસા જમા છે. લક્ષ્મી આજે પણ દરરોજ ભીખ માંગીને 1 હજાર રુપિયાની કમાણી કરે છે.

3. મુંબઇની ગીતા આ લિસ્ટમાં ત્રીજા નંબર પર વે છે. ગીતા મુંબઇના ચરની રોડ પર ભીખ માંગે છે અને તેણે આ પૈસાથી એક ફ્લેટ પણ ખરીદ્યો છે. જેમાં તે પોતાના ભાઇ સાથે રહે છે. જે ભીખ માંગીને દરરોજના 1500 રુપિયાની કમાણી કરે છે.

4. મુંબઇના જ ગોવંડીમાં ભીખ માંગીને પતાનો ગુજારો કરતા ચંદ્ર આઝાદ પાસે 8.77 લાખ રુપિયાનું બેંક બેલેન્સ  હતું. આ સિવાય 1.5 લાખ રુપિયા કેશ હતા. 2019ના વર્ષમાં એક રેલ દુર્ઘનામાં તેમનું મોત થયું હતું. ત્યારબાદ પોલીસે તેમની સંપતિ વિશે જાણકારી મેળવી હતી.

5. બિહારના પટનામાં રેલવે પ્લેટફોર્મ પર ભીખ માંગનાર પપ્પુનો સમાવેશ પણ અમીર ભિખારીઓમાં થાય છે.એક દુર્ઘટનામાં પગ ફ્રેક્ચર થયા બાદ તે પટના સ્ટેશન પર ભીખ માંગે છે. કેટલાક રિપોર્ટ પ્રમાણે પ્પ્પુ પાસે લગભગ 1.25 કરોડ રુપિયાની કિંમત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *