વડોદરા જિલ્લાનું 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ 76.49% પરિણામ આવ્યું.

ગત માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરાનું રાજ્યમાં સૌથી ઓછુ 76.49 ટકા રિઝલ્ટ આવ્યું છે. જેને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. રાજ્યમાં ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે શિનોર કેન્દ્રનું 92.55 ટકા પરિણામ આવ્યું છે તો,વડોદરા સેન્ટ્રલ જેલ કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે. ધો. 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ www.gseb.org પરથી પોતાનું પરિણામ બેઠક નંબરના આધારે જોઈ શકશે.

17,525 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 4 જૂને શનિવારના દિવસે સવારે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. વડોદરા શહેર જિલ્લામાં સામાન્ય પ્રવાહના 17,525 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. કોરોના મહામારીને પગલે છેલ્લા બે વર્ષથી સત્ર મોડું શરૂ થઇ રહ્યું છે અને શૈક્ષણિક કેલેન્ડર ખોરવાઇ ગયું હતું. જોકે છેલ્લા 6 મહિનાથી ઓફલાઇન શિક્ષણ શરૂ થવાના પગલે શિક્ષણ પાટે ચડ્યું છે.

બોર્ડના પરિણામો પણ સમયસર જાહેર કરવામાં આવી રહ્યા છે. 2022-23માં ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો પછી યુનિવર્સિટી-કોલેજોનું સત્ર પણ સમયસર શરૂ થઇ શકશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાની તારીખ સાથે ધો-10ના પરિણામ જાહેર કરવાની તારીખો પણ જાહેર કરી છે. 6 જૂનના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *