
વર્લ્ડ લાઇફ રેસ્કયુ ટ્રસ્ટ, વડોદરા દ્વારા દરવર્ષની જેમ ઉતરાયણમા ઘવાયેલા મુંગા પક્ષીઓ માટે સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં હતું. તા.10-01-2022 થી તા.20.01.2022 સુધી વાઘોડિયારોડ ખાતે આવેલા કલાદર્શન ખાતે પક્ષીઓની સારવારના કેમ્પોનુ આયોજન કરવામાં આવ્યું છે તથા ઉતરાયણ ને ધ્યાનમાં રાખીને તા.14,15 અને16જાન્યુઆરી સુધી શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અંબાલાલપાર્ક, ગાંધીનગરગૃહ તથા માંજલપુર ખાતે આવેલા શ્રેયસ સ્કુલ પાસે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ઉતરયાણ થી આજ સુધી ત્રણસો થી વધુ ઘાયલ પક્ષીઓનું રેસ્કયુ કરી સારવાર કરવામાં આવી છે અને80થી વધુ પક્ષીઓ દોરાની ઇજાથી મૃત્યુ પામ્યા છે હજી આ કેમ્પ કલાદર્શન ખાતે ચાલુ રહેશે આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્કયુ ટ્રસ્ટના અરવિંદ પવારે વિસ્તૃત માહિતી આપી હતી.