ખેડૂત આંદોલનને દબાવવા ભારત સરકાર ઇન્ટરનેટ બંધ કરે છે : ખેડૂત આંદોલનને લઇને ચીને ઝેર ઓક્યું

ભારત સાથે સારા સંબંધોની વાત કરનાર ચીને રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇને ઝેર ઓક્યુ છે. ચીનની કોમ્યુનિસ્ટ સરકારના મુખપત્ર એવા ગ્લોબલ ટાઇમ્સની અંદર છપાયેલા એક આર્ટિકલમાં ભારતમાં ચાલતા ખેડૂત આંદોલનનો ઉલ્લેખ છે. આ લેખમાં કહેવમાં આવ્યું છે કે ભારત સરકારને અસ્થિર થવાનો ડર લાગી રહ્યો છે, જેના કારણે તેમણે કેટલીક જગ્યાઓ પર ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુક્યો છે.

ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરીના દિવસે ખેડૂત રેલીમાં થયેલી હિંસા બાદ સરકારે કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવ્યો હતો.  વાતને આધાર બનાવીને ચીને ભારત સામે નિવેદનબાજી કરી છે. ચીનની શિન્હુઆ યુનિવર્સિટીમાં નેશનલ સ્ટ્રેટિજી ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટર કિયાન ફેંગ દ્વારા આ આર્ટિકલ લખવામાં આવ્યો છે. 

આ લેખમાં લખવામાં આવ્યું છે કે ભરતમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. જેના જવાબમાં ભારત સરકારે નવી દિલ્હી અને તેના આસપાસના વિસ્તારમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુક્યો છે. આ બધા વિસ્તારમાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. જેનાથી જોઇ શકાય છે કે ભારત સરકારને અસ્થિર થવાનો કેટલો ડર લાગે છે.

લેખમાં આગળ કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના પ્રદર્શનને ઉગ્ર થતું જોઇને મોદી સરકારે ઇન્ટરનેટ પ્રતિબંધ અને મીડિયા કંટ્રોલનો રસ્તો અપનાવ્યો છે. જેના કારણે સામાજિક અસ્થિરતા અને સત્તાની અસ્થિરતાથી બચી શકાય.

માત્ર એટલું જ નહીં પરંતુ આ લેખમાં ભારતના ખેડૂત આંદોલનની સરખામણી પાછલા થોડા સમયમાં દુનિયાના હિંસક અને સ્ત્તા પરિવર્તનના આંદોલન સાથે કરી છે. ટૂંકમાં પોતાના દેશમાં તમામ પ્રકારના માનવાધિકારને કચડી નાંખર ચીન ભારત સામે આંગળી ઉઠાવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *