પર્સીવરેન્સ રોવર લાલ ગ્રહ પર પ્રથમ વખત 21 ફૂટ સુધી ચાલ્યું; મંગળની સપાટી પર પૈડાંના નિશાન મળ્યા, NASAએ તસવીર શેર કરી

અમેરિકન સ્પેસ એજન્સી NASA દ્વારા મંગળ પર મોકલવામાં આવેલ પર્સીવરેન્સ રોવર શુક્રવારે પ્રથમ વખત પોતાના લેંડિંગવાળા સ્થળેથી આગળ વધ્યું. લગભગ 21.3 ફૂટ સુધીની ટેસ્ટ ડ્રાઈવ કરી. તેથી મંગળની સપાટી પર તેના પૈડાંના નિશાન પડ્યા હતા. NASAએ આ નિશાનોનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

NASAએ તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે આ પરીક્ષણ ડ્રાઇવમાં અમે પર્સીવરેન્સની તમામ સિસ્ટમ્સ, સબસિસ્ટમ્સ અને ડિવાઇસની તપાસ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પર્સીવરેન્સએ જ્યાથી તેના મિશનની શરૂઆત કરી, હવે તેનું ‘ઓક્ટિવિયા ઇ બટલર લેન્ડિંગ’ નામ આપવામાં આવ્યું છે. આ નામ એક વિજ્ઞાન સાહિત્ય લેખકના નામ પર રાખવામાં આવ્યું છે.

આવનારા દિવસોમાં દરરોજ 200 મીટરનું અંતર કાપશે

નિવેદનમાં તે પણ કહેવામા આવ્યું છે કે રોવર જ્યારે પોયાના સાયન્સ ગોળ માટે મંગળ પર કામ કરવાનું શરૂ કરશે, તો આપણે આશા છે કે તે રેગ્યુલર 656 ફૂટ એટલે કે 200 મીટરનું અંતર કાપશે. પર્સીવરેન્સ રોવર મોબિલિટી ટેસ્ટબેડ એન્જિનિયર અનાયસ જારિફાયને કહ્યું કે આ અમારા માટે પહેલો અનુભવ હતો. રોવરના પૈડાં સારી રીતે કામ કરી રહ્યા છે. તે આગામી 2 વર્ષ સુધી સાયન્સની દુનિયામાં લઈ જવા માટે સફળ રહેશે.

33 મિનિટ સુધી ચાલી પ્રક્રિયા
પર્સીવરેન્સને ચલાવવા અને ટેસ્ટિંગની આ પ્રક્રિયા લગભગ 33 મિનિટ સુધી ચાલી હતી. પહેલા તે 13 ફૂટ ચાલ્યું પછી બાદમાં 150 ડિગ્રી લેફ્ટ લગભગ 8 ફૂટ પાછળ આવ્યું. હવે તે ટેમ્પરરી પાર્કિંગ સ્પેસમાં છે.

18 ફેબ્રુઆરીએ મંગળ પર લેન્ડ થયું હતું
પર્સીવરેન્સ માર્સ રોવર 18-19 ફેબ્રુઆરી દરમિયાન રાત્રે મંગળ પર જીવનની શોધમાં લેન્ડ કરાવવામાં આવ્યું હતું. તે ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 2 વાગે માર્સની સૌથી જોખમભરેલી જગ્યા ઝઝીરો ક્રેટર પર લેંડિંગ કર્યું હતું. આ જગ્યાએ ક્યારક પાણી હતું. NASAએ દાવો કર્યો છે કે આ અત્યાર સુધીના ઇતિહાસમાં રોવરનું માર્સ પર સૌથી સચોટ લેંડિંગ છે. પર્સીવરેન્સ રોવર લાલ ગ્રહથી ખડકના નમૂના પણ લઈને આવશે.

પાણી અને જીવનની શોધ કરશે
પર્સીવરેન્સ અને એન્જિન્યૂટી હેલિકોપ્ટર મંગળ ગ્રાન પર કાર્બન ડાઈઓકસાઈડથી ઑક્સીજન બનાવવાનું કામ કરશે. આ જમીનની નીચે જીવનના સંકેતો ઉપરાંત પાણીની શોધ અને તે સબંધિત તપાસ કરશે. તેનું માર્સ એનવાયર્નમેન્ટલ ડાયનામિક્સ એનાલાઇઝર (MEDA)મંગળ ગ્રહના હવામાન અને જળવાયુનો અભ્યાસ કરશે.

પર્સીવરેન્સ રોવરમાં 23 કેમેરા
મંગળ ગ્રહના લેટેસ્ટ વીડિયો અને અવાજને રેકોર્ડ કરવા માટે પર્સીવરેન્સ રોવરમાં 23 કેમેરા અને બે માઈક્રોફોન લગાવવામાં આવ્યા છે. રોવરની સાથે બીજા ગ્રહ પર પહોંચેલ પ્રથમ હેલિકોપ્ટર Ingenuity પણ છે. આ માટે પેરાશૂટ અને રેટ્રોરોકેટ લાગવાયું છે. તેના દ્વારા જ સરળ લેંડિંગ થઈ શક્યું. હવે રોવર બે વર્ષ સુધી ઝઝીરો ક્રેટરનું એક્સફ્લોર કરશે.

રોવરનું વજન 1000 કિલોગ્રામ
પર્સીવરેન્સ રોવરનું વજન 1000 કિલોગ્રામ છે. તે પરમાણુ ઉર્જાથી ચાલશે. પ્રથમ વખત કોઈ રોવરમાં પ્લુટોનિયમનું ઈંધણ તરીકે ઉપરોગ કરવામાં આવી રહ્યો છે. આ રોવર મંગળ ગ્રાહ પર 10 વર્ષ સુધહી કામ કરશે. ટેમે 7 ફૂટનું રોબોટિક આર્મ, 23 કેમેરા અને એક ડ્રિલ મશીન છે. જ્યારે, હેલિકોપ્ટરનું વજન 2 કિલોગ્રામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *