ઈરાકમાં નાટોના લશ્કરી બેઝ હુમલા પછી અમેરિકી લશ્કર હાઈએલર્ટ

ઈરાકમાં આવેલા અમેરિકા અને સાથી દેશોના લશ્કરી બેઝ પર રોકેટ હુમલો થયો હતો. એ પછી અમેરિકા એક્શનમાં આવ્યું છે. અમેરિકાએ લશ્કરને હાઈએલર્ટ જારી કરીને વળતા હુમલા માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે.
અમેરિકાએ સીરિયામાં ઈરાક સમર્થિત આતંકવાદીઓ પર એરસ્ટ્રાઈક કરી પછી ઈરાનમાં આવેલા નાટો દેશોના લશ્કરી બેઝ પર રોકેટ હુમલા થયા હતા. ૧૦ જેટલાં રોકેટ હુમલામાં એક અમેરિકન સંરક્ષણ કોન્ટ્રાક્ટરનું મોત થયું હતું. જોકે, એ હુમલાની જવાબદારી કોઈએ લીધી ન હતી.
એ હુમલા પછી અમેરિકા એક્શનમાં આવ્યું છે. અમેરિકાએ લશ્કરને હાઈએલર્ટ જારી કરીને વળતા હુમલા માટે તૈયાર રહેવાની સૂચના આપી છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડેને વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદને સંબોધતી વખતે કહ્યું હતું કે હુમલામાં કોઈ સૈનિક કે અધિકારીનું મોત થયું નથી. એક કોન્ટ્રાક્ટરનું મોત થયું છે. આ ઘટના અંગે અમેરિકાએ વિગતવાર અહેવાલ મેળવવાની તાકીદ કરી છે અને ટૂંક સમયમાં જવાબદારો સામે વળતી કાર્યવાહી પણ કરાશે.
જો બાઈડેનના આ સંકેત પછી એવી શક્યતા વ્યક્ત થઈ હતી કે અમેરિકા ઈરાન પર ફરીથી એરસ્ટ્રાઈક કરશે. અગાઉ પણ ઈરાકમાં આવેલા લશ્કરી બેઝ પર રોકેટ હુમલો થયો હતો.એ પછી અમેરિકાએ સીરિયામાં ઈરાન સમર્થિત દળો પર એરસ્ટ્રાઈક કરીને આતંકવાદીઓનો સફાયો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *